મોંઘવારીનો માર / પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક સાથે આટલો મોટો વધારો, જાણો તમારા શહેરના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો. પેટ્રોલ નો નવો ભાવ 97.47 રૂપિયા થયો છે. ડીઝલ નો નવો ભાવ 91.53 રૂપિયા થયો છે. ગુજરાતની જનતાને 22 માર્ચથી જોરદાર મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. મંગળવાર અને બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

જેથી પેટ્રોલ નો નવો ભાવ 97.47 રૂપિયા જોવા મળી રહ્યો છે. અને ડીઝલનો ભાવ 91 રૂપિયા બોલાવી રહ્યો છે. ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ એસોસિએશન તરફથી નવા ભાવ નક્કી કરવામાં આવે છે.

શુક્રવારે નવો ભાવ આજ થી લાગુ થયો છે. બુધવારે ડીઝલના ભાવમાં ફરીથી 82 પૈસાનો વધારો થતાં ડીઝલનો ભાવ 90.72 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જ્યારે પેટ્રોલના ભાવમાં એક પૈસાનો વધારો થતા પેટ્રોલનો ભાવ છે.

96.67 પૈસા પહોંચી ગયો હતો. ગઈકાલે ગુજરાત ગેસ સીએનજી ગેસના ભાવમાં પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે હવે પ્રતિ કિલો ગેસ નો ભાવ 67.53 રૂપિયા હતો,

તે વધીને 70.53 રૂપિયા થઈ ગયો છે.પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં વધારો કરવામાં આવે છે. તે પછી નવા ભાવ સવારે છ વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા એસએમએસ દ્વારા તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે. વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *