ભાજપ સરકારની અંદર ની વાત, નારાજ મંત્રીઓને પાર્ટીમાં સ્થાન અંગે થઈ રહી છે આ ભલામણો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની રચના બાદ હવે અંગત મદદનીશ સ્ટાફને લઈને સરકાર આપણું વલણ અખત્યાર કર્યું છે. ખાસ કરીને ખરડાયેલી છબી ધરાવતા એક અધિકારી ઓને મંત્રીના અંગત તરીકે લેવામાં નહીં આવે તો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉના મંત્રી મંડળના સ્થાન ધરાવતા પૂર્વ મંત્રીઓના અંગત મદદનીશ તો તેમના મનમાં ન કરવા ટેવાયેલા હોવાની વાત પણ સામે આવી ચૂકી છે.

ઘણી વખત ધારાસભ્યો અને સાંસદો સાથે પણ વ્યવસ્થિત વર્તન કરતા ન હોય એવા તમામ ની યાદી બનાવવામાં આવી છે. આ પ્રકારના વ્યવહાર કરતા તમામ બ્લેક લિસ્ટેડ કરી કોઈપણ મંત્રાલયમાં આપવામાં આવશે નહીં.

રૂપાણી સરકારના પૂર્વ મંત્રીઓ તો ઘરભેગા થઈ ગયા પણ તેમની સાથે વર્ષોથી કામ કરી રહેલા પટાવાળાથી લઈને અંગત મદદનીશ પણ ઘર ભેગા ન થાય તે માટે ખુદ પૂર્વ મંત્રીઓ લોબિંગ કરવામાં લાગી રહ્યા છે.

નવા મંત્રીઓથી માંડીને મુખ્યમંત્રી સુધી ભલામણ કરતા હોવાનું જાણવા મળ્યું છે જોકે સરકાર ના સુત્રો ના જણાવ્યા અનુસાર મંત્રીઓના સ્ટાફની નિમણૂક અંગે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ભેગા મળીને નિર્ણય કરશે તે માટેની વિગતો એકઠી કરવામાં આવી રહી છે.

નવી સરકારની રચના બાદ સ્વર્ણિમ સંકુલ 1 અને 2ની કચેરીમાં મંત્રાલય મેળવવા પૂર્વ અધિકારીઓ એ લોબિંગ શરૂ કર્યું છે. નવા વરાયેલા મંત્રીઓને તેમના મત વિસ્તારમાં તેમને સન્માનમાં કાર્યક્રમો યોજવા સુચના આપવામાં આવી હતી.

સાથે સાથે મંત્રીઓને પણ અંગત સૂચના આપવામાં આવી છે કે, તેમના મત વિસ્તારના ગામોને લઈને આવતા પક્ષના અધિકારીઓ પદાધિકારીઓ અને બિનજરૂરી સચિવાલય સુધી આવવા દેવા નહીં.

વારંવાર વિસ્તારમાંથી આવતા બિનજરૂરી રીતે લોકોને આવતા હોવાના કારણે મંત્રીઓના કામકાજમાં મુશ્કેલીઓ ઉભી થાય તેવા સંજોગોમાં મંત્રાલયમાં પ્રવેશ નિયંત્રણ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *