પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, મળશે આટલા ટકા રીટર્ન, જાણો વધુ માહિતી..

સરકારી યોજનાઓમાં લગાવવામાં આવેલા પૈસાને સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે. એમાં પણ જો રોકાણ પોસ્ટ ઓફિસ ની સ્કીનમાં કરવાનું હોય તો ખૂબ સારું ગણવામાં આવે છે. પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમ વિશે જણાવીશું, આ યોજનામાં તમે 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્ર એ કેન્દ્ર સરકારની એક વખતની રોકાણ યોજના છે. આમાં પાક્કી મુદત પછી પૈસા ડબલ થઈ જાય છે.

કિસાન વિકાસ પત્ર દેશની તમામ પોસ્ટ ઓફિસ અને મોટી બેંકમાં હાજર છે. તેને પાકતી મુદ્દે હાલમાં 124 મહિના છે તેમાં ઓછામાં ઓછા એક હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી.

આ યોજના ખાસ ખેડૂતો માટે બનાવવામાં આવી છે. જેથી તેઓ લાંબાગાળાના ધોરણે તેમના નાણા બચાવી શકે છે. પરંતુ આ યોજનામાં ભારતનો કોઈ પણ પુખ્ત નાગરિક રોકાણ કરી શકે છે. 124 મહિનાની મુદત નો અર્થ છે કે, જો તમે લાંબાગાળા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો

તો કિસાન વિકાસ પત્ર વધુ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. નાની બચત યોજનામાં દર મહિને ત્રિમાસિક ધોરણે વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. 30 જૂન 2022 ના રોજ સરકારે કિસાન વિકાસ પત્રમાં ઉપલબ્ધ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી.

હાલમાં તે વાર્ષિક 6.9% ના દરે વ્યાજ કમાય છે. હાલના નિયમ મુજબ કેવી પી પ્રમાણપત્રો ભારતમાં જાહેર ક્ષેત્રની બેંકો તેમજ પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે. તે રોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજ કમાય છે.

આ રીતે જો તમે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 124 મહિના પછી 10 લાખ રૂપિયા થઈ જશે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *