Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
તબાહી મચાવવા આવી રહ્યું છે વાવાઝોડું ? 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, 3 નંબરનું સિગ્નલ લગાવાયું - GUJJUFAN

તબાહી મચાવવા આવી રહ્યું છે વાવાઝોડું ? 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, 3 નંબરનું સિગ્નલ લગાવાયું

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે, જેને લઇને દમણ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. જુનથી જુલાઈ સુધી 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેને કારણે તંત્રે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દમણના દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, સાથે સહેલાણીઓને દરિયાકિનારે ન જવા માટેની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. અમદાવાદમાં પણ કડાકાભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.

ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર જુના છેલ્લા સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને લીધે વરસાદ નું જોર વધ્યું છે.

જુના આખરી સપ્તાહમાં મેઘરાજાએ સમગ્ર વિસ્તારમાં પધરામણી કરશે. હવામાન વિભાગની આગાહી અનુસાર પાંચ દિવસમાં સાર્વત્રિક મેઘમહેર થવાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે 28 થી 30 જુન સુધી ભારે વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જૂનાગઢ અને સોમનાથ પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની ના પાડવામાં આવી છે.

અને દમણના દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે રાજ્યમાં આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *