શું કેજરીવાલની નજર હાર્દિક પટેલ પર છે, હાર્દિક આમ આદમી પાર્ટીમાં જોડાશે ?
કાગવડના ખોડલધામ ખાતે લેઉવા અને કડવા પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠક બાદ નરેશ પટેલે કહ્યું કે, ગુજરાતમાં આગામી મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ. અને આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ બની છે. નરેશ પટેલના સંકેત આપવા પાછળ 2022 ની વિધાનસભા ની ચૂંટણી ના નવા સમીકરણો નક્કી છે,
તે માટે પાટીદાર આગેવાન હાર્દિક પટેલને આપનો ચહેરો બનાવી પાટીદાર સમાજના મત લેવા લાંબાગાળાની વ્યૂહ રચના ઘડી હોવાનું જાણવા મળે છે આમ હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી સમાજની સાથે જોડાય તો નવાઈ નહીં.
પાટીદાર આંદોલનના યુવા અને આક્રમક નેતા તરીકે છાપ ધરાવતા હાર્દિક પટેલ કોંગ્રેસ નો છેડો પકડીને રાજકારણમાં પ્રવેશ કરી લીધો હતો. પરંતુ કોંગ્રેસની જૂથબંધી અને આંતરિક ખેંચતાણ થી હાર્દિકની ઉગતી રાજકીય કારકિર્દી બગડી રહી છે.
ખાસ કરીને પાટીદાર સમાજ માટે કંઈક કરી છૂટવા માટે કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ નિષ્ફળ જઈ રહ્યા હતા. જો પાટીદાર સમાજને હાર્દિક પટેલ માટે ચિંતાનો વિષય બની ગયો હતો.
પાટીદાર સમાજના આગેવાનો માં ભાજપ સમાજ ને ખાસ મહત્વનો આપતો હોવાની લાગણી પ્રવર્તી રહી છે, તેમાં પણ ખોડલધામ ખાતે મળેલ પાટીદારના આગેવાનો બેઠક બાદ સંકેત વધુ સ્પષ્ટ થવા લાગ્યાં છે. આ રણનીતિના ભાગરૂપે જ આજની પાર્ટી ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા.
ત્યાર બાદ આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થોડી ઘણી સફળતા મળી ખાસ કરીને ગુજરાતના વિવિધ સામાજિક આંદોલન દરમિયાન નેતાગીરીની ભૂમિકા ભજવી રહેલ યુવાઓએ આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે સંપર્ક કરવામાં આવશે.
આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોમાં જોડાયેલ પણ યોગ્ય હોદ્દા કે સ્થાન ન મળ્યા હોય એવા ના રાજનેતાઓ પણ આમ આદમી પાર્ટી માં જોડાવા માટેની ભલામણ કરશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!