ઇશુદાન ગઢવીએ સરકારી અધિકારીઓને લઈને આપ્યું મોટું નિવેદન, ભાજપવાળા ને કહી દેજો કે..

ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એ આક્ષેપ અનુસાર કમિશનર જ્યારે ગાંધીનગર ના ભાડા ગામની મુલાકાતે હતા. ત્યારે સ્થાનિક લોકોએ રોડ રસ્તા બાબતે રજૂઆત કરી હતી.

ત્યારે કમિશનર દ્વારા ગામ લોકોને કહેવામાં આવ્યું હતું કે, ભાજપને મત આપવાનું વચન આપો તો તમારા વિસ્તારની રોડ સહિતની સમસ્યાનું મતદાન પહેલા નિકાલ આવી જશે.

આ બાબતે આમ આદમી પાર્ટીના લીગલ સેલ રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ ને આ બાબતે લેખિત રજૂઆત કરી હતી.

તેમાં કહેવામાં આવ્યું હતું કે, ગાંધીનગર મનપા કમિશનર ધવલ પટેલ દ્વારા શુક્રવારે આદર્શ આચારસંહિતાનો ભંગ થયો છે.

તેમને પોતાની ટીમ અને ભાજપના ઉમેદવારો સાથે વોર્ડ નંબર 11 માં આવતા ગામની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે ભાજપને મત આપવા માટે કહ્યું હતું.

ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એક સરકારી અધિકારીઓને કડક ભાષામાં ચેતવણી આપી હતી. ઈશુદાન ગઢવી એ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ગામના લોકોની પીડા માટે આવ્યા છીએ ત્યાં પણ લોકોની પીડા માટે લડતા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *