ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાનું કારણ આમ આદમી પાર્ટી તો નથી ને ? જાણો નિષ્ણાંતોએ શું કહ્યું..
વિજય રૂપાણીના રાજીનામા બાદ આખા ગુજરાતના લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે, રાજ્યના સીએમ કેમ બદલવામાં આવ્યા, તેનું કારણ આપ તો નથી ને ? કારણ કે આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી હતી અને ભાજપ ને ટક્કર આપી રહી હતી. ભાજપના કાર્યકર્તાઓ તેની પાર્ટી છોડી ને આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા હતા.
ભાજપે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ સીટ જીતવા નો ટાર્ગેટ રાખ્યો છે. છેલ્લા 25 વર્ષથી રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ ની પાર્ટી જ મહત્તમ દેખાતી હતી,
પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં રાજકારણમાં હલચલ થઇ છે. ગુજરાતની આગામી ચૂંટણી માટે અરવિંદ કેજરીવાલનું નામ આદમી પાર્ટીમાં જોર જોશથી દેખાઈ રહ્યું છે.
આ પાર્ટીમાં છેલ્લા એક વર્ષમાં રાજ્યના જાણીતા ચહેરા ને પાર્ટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેના કારણે કહી શકાય કે ભાજપને ચૂંટણી 150 સીટો જીતવી મુશ્કેલ લાગતી હોઈ શકે.
તેના કારણે ગુજરાત ભાજપમાં ધરખમ બદલાવ આવી રહ્યા છે. પરંતુ આ વખતે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે.
જેના કારણે જો ભાજપ કોઈ સારા પગલા ન લે તો ગુજરાતમાં કેટલા વર્ષના શાસનને ગુમાવવાનો વારો આવી શકે, તેમ પણ રાજકિય નિષ્ણાંતોનું માનવું છે.
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા રાઘવ ચઢ્ઢાએ ગુજરાતના નવા મુખ્યમંત્રી નિયુક્તિ પર પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ તેમજ ગુજરાતના મુખ્યમંત્રીની નેમપ્લેટ બદલાવવા થી લોકોનો બીજેપી પ્રતિ ગુસ્સો અને આક્રોશ બદલાશે નહીં.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!