Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્ર સહિત અમરેલીમાં વરસાદ થયો શરૂ, ચોમાસાના આગમન સાથે સીઝનના પહેલા વરસાદની એન્ટ્રી - GUJJUFAN

સૌરાષ્ટ્ર સહિત અમરેલીમાં વરસાદ થયો શરૂ, ચોમાસાના આગમન સાથે સીઝનના પહેલા વરસાદની એન્ટ્રી

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે અમરેલીના ખેડા અને સાવરકુંડલા તાલુકામાં ભારે પવન સાથે કરા વરસ્યા છે. માવઠાને કારણે ખેડૂતોની કેરી સહિતના પાકોને વ્યાપક નુકશાન થયું છે. બપોર સુધી ગરમી હતી. પરંતુ અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.

સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે વરસાદ આવી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર સહિત અરવલ્લી માં વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે ખાંભાના પીપળીયા, નાનુડી ગામમાં હળવો વરસાદ વરસ્યો છે. સાવરકુંડલામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. એવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરતાં જણાવવામાં આવ્યું છે કે, હજી અનેક જિલ્લામાં છુટો છવાયો વરસાદ રહેશે.

વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કારણ કે ખેડૂતોના પાક માં નુકસાની થવાની સંભાવના છે. સીઝનના પહેલા વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.

ત્યાર પછી અમરેલીમાં વરસાદની આગમન થઇ ગયું છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને અમરેલી ના અને જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.

ભારે પવનના કારણે ખેડૂતોની કેરી સહિતના પાકને વ્યાપક નુકશાન થયું છે. એવામાં વરસાદને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *