ગુજરાતમાં રાતોરાત મુખ્યમંત્રી બદલાયા પછી મંત્રીમંડળ પણ આખું બદલાય ગયું ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ પક્ષે આ રીતે પોતાની સરકારને રાતોરાત બદલી નાખી છે. આમ જોઈએ તો ભાજપના કેન્દ્રીય નેતૃત્વ મા નો રિપીટ થિયરી અપનાવી ને વિજય રૂપાણી ની સાથે તેમના તમામ મંત્રીઓને હટાવીને સરકારમાં નવો ઇતિહાસ રચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના કેન્દ્રીય નેતૃત્વ વિજય રૂપાણી સરકારને ઓપરેશન કરી નાખ્યું અને તેની સામે વિરુદ્ધ કે, અસંતોષ ના કોઈ સ્વર બહાર આવ્યા નથી.
મંત્રીપદ ગુમાવનાર મંત્રીઓ પોતાની નારાજગી ખુલ્લે આમ તો જાહેર નથી કરી.અને તેઓ એવું જ કહેતા સંભળાય છે કે કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય તેમને સ્વીકાર્ય છે.
ભાજપનું કહેવું છે કે, યુવા અને નવી ઊર્જા સાથે સરકારનું કામ આગળ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પરંતુ નીતિન પટેલ, આર.સી.ફળદુ, પ્રદિપસિંહ જાડેજા, કુંવરજી બાવળિયા અને અનેક વરિષ્ઠ મંત્રીઓ ચૂંટણીના 15 મહિના પહેલા જાકારો આપતા એકદમ નવી સરકારની સામે ઘણા પડકારો હશે.
ગુજરાતમાં 25 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપ સત્તા ઉપર છે. એટલે રાજ્યવ્યાપી નહીં તો અમુક વિસ્તારોમાં કે સમાજમાં સત્તા વિરોધી વલણ આવી શકે છે.
આવા સંજોગોમાં નવા ચહેરાને સ્થાન તથા નેતૃત્વ પરિવર્તન એ સફળ ફોર્મ્યુલા છે. અને ભાજપ દ્વારા તેજ અપનાવવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!