જગદીશ ઠાકોરે આટલી બેઠક જીતવાનો કર્યો મોટો દાવો, કહ્યું સી.આર.પાટીલ ભલે..

કોંગ્રેસ કાર્યાલય સતત બીજા દિવસે બેઠકનો દોર શરૂ છે. જે બેઠક હારે છે, તેવી બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ના નામ પહેલા જાહેર થશે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ કોંગ્રેસ ભવનમાં બીજા દિવસે પણ બેઠકમાં જોવા મળ્યો હતો. આજે જિલ્લા અને તાલુકાના સાથે પ્રદેશ આગેવાનોએ બેઠક યોજી હતી.

બીજી તરફ કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ બુધવારે બપોરે પ્રદેશ કાર્યાલય પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, જે બેઠકો પર કોંગ્રેસ હારે છે. તેવી બેઠક ઉપર ઉમેદવારના નામ પહેલા જાહેર થશે.

આ સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. કોંગ્રેસની હાર ને લઈને ચર્ચા વિચારણા કરાઇ હતી.

આ ઉપરાંત આગામી ચૂંટણી પહેલા કાર્યક્રમમાં રોડમેપ નક્કી કરવા માટેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, સામાજિક સંગઠનો અને વેપારી એસોસિયેશન સાથે બેઠક યોજવામાં આવશે.

જમીની સ્તર પર જે કાર્યકરો અને આગેવાનો સારું કામ કરી રહ્યા છે. તેમને જવાબદારી સુપરત કરવામાં આવશે આગેવાનોના લઈને સંગઠનમાં કામ કરવાની જવાબદારી સોંપવામાં આવશે.

બીજેપી 182 બેઠક હાંસલ કરવાના દાવા કરે પરંતુ અમારે 125 બેઠકો થી આગળનો લક્ષ્યાંક છે. કોંગ્રેસ માટે નબળી બેઠકો છે તેવી બેઠકો પર પહેલેથી જ ઉમેદવાર નક્કી કરી દેવામાં આવશે.

જેથી જે તે ઉમેદવાર આગોતરી તૈયારી કરી શકે. આ વખતે ગુજરાત કોંગ્રેસ ચોક્કસ પરિણામ લાવશે, અને ભાજપને અહંકાર તોડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *