જામકંડોરણા યાર્ડની ચૂંટણીમાં જયેશ રાદડિયા નું સારું પ્રદર્શન જોવા મળ્યું, જાણો.

ભાજપ પ્રેરિત રાદડિયા પેનલમાં ઉમેદવારો સામે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોઈ હરીફ એ નામાંકન દાખલ ન કરતા તમામ બેઠકો બિનહરિફ રહી. રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં પણ સમરસત્તાને સેતુ બનાવવાની જવાબદારી ભાજપે યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા ના સિરે મૂકી છે. ધોરાજી લડાયક ખેડૂત નેતા પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં એક સક્રિય સામ્રાજ્ય ચાલતુ હતું.

વિઠ્ઠલભાઈ જ્યાં ઊભા રહેતા ત્યાં ફોર્મ ભરવાની વાત દૂર હરીફો ત્યાંથી પસાર થવામાં પણ ધ્રુજતા હતા. સહકારી ક્ષેત્રમાં હવે રાજ્ય સરકારના યુવા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પિતાના લક્ષ્ય પર ચાલી રહ્યા છે.

તે બાપ કરતાં પણ સવાયા સાબિત થઈ રહ્યા છે, તેવું કહેવામાં જરા પણ અચકાટ નથી અનુભવાતો. જામકંડોરણા માર્કેટયાર્ડની ચૂંટણીમાં રાદડિયા ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું.

તમામ 16 બેઠકમાં ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, હવે આગામી 14મી ઓગસ્ટના રોજ નવા ડિરેક્ટરો વિવિધ રીતે ચાર્જ સંભાળી લેશે.

માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગના પ્રતિનિધિ તરીકે સંજય બોધર, જસમતભાઈ કોયાણી, રસિકભાઈ રાણપરીયા, ચંદુભાઈ પોસીયા, નટુભા જાડેજા, અશોકસિંહ જાડેજા, ધીરુભાઈ સતાસિયા, ધનજીભાઈ બાલઘા અને મનસુખભાઈ વારાણસી.

વેપારી વિભાગના પ્રતિનિધિ તરીકે મોહનભાઈ કથીરિયા, ગોપાલભાઈ બાલધા, મહેશભાઈ મનસુખભાઈ ડોંગા. જ્યારે સંઘ વિભાગના પ્રતિનિધિ તરીકે જીતુભાઈ કથીરિયા અને સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિ તરીકે વિનોદભાઈ રાદડિયા બિન હરીફ ચૂંટાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *