મંત્રી પદ છોડ્યા બાદ જયેશ રાદડિયા નું મોટું નિવેદન, કહ્યું કે મને કંઈ ફરક…

જયેશ રાદડિયા નું મંત્રી પદ છોડ્યા પછી તેમને સૌથી મોટું નિવેદન આપ્યું છે. મંત્રી પદ છોડ્યા પછી મને કોઈ ફરક પડયો નથી. આજે પણ સવારે આઠ વાગ્યે ઘરેથી નીકળી જાઉં છું, રાત્રે કેટલા વાગે એ નક્કી હોતું નથી. હું પાર્ટીના કામકાજમાં વ્યસ્ત રહું છું. મંત્રી પદ છોડ્યા પછી પણ આજની તારીખે સવારે આઠથી સાડા આઠ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી જાઉં છું.

પછી રાત્રે કેટલા વાગે તે નક્કી હોતું નથી. આ ક્રમ કેબિનેટમાં મંત્રી હતો, ત્યારે પણ ચાલતો હતો. અને આજે પણ ધારાસભ્ય છું. ત્યારે પણ ચાલે છે. મારો આખો દિવસ સહકારી ક્ષેત્રે સમાજના લોકો અને સ્થાનિક લોકોના પ્રશ્નોના નિરાકરણમાં જ નીકળી જાય છે.

એ ચોક્કસ કહીશ કે કેબિનેટ મંત્રી હતો અને જવાબદારીમાંથી મુક્ત થયો છું. પણ લોકોના અને સરકારી કામોમાં એટલો જ વધુ સમય આપી રહ્યો છું. આ શબ્દો છે.

સૌરાષ્ટ્રના કદાવર અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડિયા ના પુત્ર અને જેતપુરના હાલ ધારાસભ્ય જયેશ રાદડિયાના. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મંત્રી તરીકેની જવાબદારી હતી એ હવે ઓછી થઈ ગઈ છે, બાકી બીજી બધી જવાબદારી તો હજી છે જ.

હાલ સહકારી સંસ્થાઓની ચૂંટણી ચાલી રહી છે. તો એમાં તમારી જવાબદારી શું છે. એવા પ્રશ્ન પૂછવામાં આવતા જયેશ રાદડિયાએ જવાબ આપતા કહ્યું હતું કે, સરકારી સંસ્થાઓની જવાબદારી પણ મારા પર છે.

તાજેતરમાં જામકંડોરણાના ઉપલેટા માર્કેટ યાર્ડની ચૂંટણી હતી. એમાં પણ મને જવાબદારી સોંપી હતી, અને એમાં હું સફળ થયો છું.

હવે રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી આવી રહી છે. તો એ કામમાં વ્યસ્ત છું રાજકોટ બાદ ગોંડલ યાડ ની ચૂંટણી આવશે તેની જવાબદારી આવશે. એટલે કેબિનેટ મંત્રી હતો ત્યારે પણ અને મંત્રી નથી, તો પણ સહકારી ક્ષેત્રે સમાજના કામ તેમજ સ્થાનિક લોકોના પ્રશ્ન પણ હું વ્યસ્ત રહું છું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *