જયેશ રાદડિયા નું મોટું નિવેદન / કહ્યું કે, આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે..

ગુજરાતમાં રાજ્યવ્યાપી ચાલતા સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે સમગ્ર મામલા સામે આવ્યા બાદ પુરવઠા મંત્રી જયેશ રાદડીયા નું નિવેદન સામે આવ્યું છે. મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે, સમગ્ર કૌભાંડ મામલે તલસ્પર્શી તપાસ ચાલી રહી છે. અને કૌભાંડમાં સંડોવાયેલા અને છોડવામાં નહીં આવે.

જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે મંત્રી રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગ આવા દુકાનદારોને બોલાવી તપાસ કરવામાં આવશે. ત્યારે ગરીબોનું આચમન કરનારને છોડવામાં નહીં આવે.

મહત્વનું છે કે, સાબરકાંઠાના 3 સસ્તા અનાજના દુકાનદારો અને વચ્ચે ટી ઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ જણાની ધરપકડ કરી છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 85 થી વધુ સસ્તા અનાજની દુકાનના તેમજ મંડળી ના નામે ખોલતા બંને જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ત્યારે સાબરકાંઠા થી ઝડપાયેલા સસ્તા અનાજ કૌભાંડના તાર છેક રાજકોટ સુધી જોડાયેલા છે. દુકાનદારો જે કાર્ડધારકો રાશન ન લઈને જતા હોય તેમના નામે ખોટા બિલ બનાવી તેમજ ભૂતિયા કાર્ડ નો સહારો લઇ બનાસ વગર કરતા હોવાનો પર્દાફાશ થયો છે.

જે બાદ હવે સસ્તા અનાજના કોભાંડ આચરનારા દુકાનદારો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સસ્તા અનાજની દુકાનમાંથી જે રાશન કાર્ડ ધારકો માસિક અનાજ ખરીદવા ન હોય તેવા રાશન કાર્ડ ધારકોના નામે સંચાલકો ફોટા, ઓનલાઈન બીલો બનાવી દેતા હતા.

જેમાં રાશનકાર્ડ ધારક ની જાણ બહાર જ સમગ્ર માહિતી જેવી કે કાળ ધારકનું નામ, સરનામું, રાશન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, વગેરે જેવા ડેટા કોપી રાખી બાદમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *