જયેશ રાદડિયા નો દબદબો યથાવત / ભાજપના આ બે જૂથ આમને સામને, આંતરિક વિખવાદ આવ્યો સામે

જિલ્લા પંચાયત પ્રમુખ સામે સભ્યોએ પક્ષ પ્રમુખના દ્વાર ખખડાવ્યા છે. સહકાર ના નામે ભ્રષ્ટાચાર ની વાત સામે આવી છે. શહેર પછી હવે સહકારી ક્ષેત્રમાં ભાજપના બે જૂથો આમને સામને આવી ગયા છે. શહેરમાં પૂર્વ મુખ્યમંત્રી બાદ હવે સહકારી ક્ષેત્રમાં પૂર્વ કેબિનેટ મંત્રી સામે ભાજપનું જ એક જૂથ સામે સામે આવી ગયું છે.

રાજકોટ જિલ્લા બેંકમાં રાદડિયા સામેનું જૂથ બુધવારે ગાંધીનગરમાં ખાંડા ખખડાવશે જિલ્લા બેંકમાં 45 લાખ નો ભાવ બોલી ભરતીમાં કૌભાંડ ના આક્ષેપ લગાવ્યા છે.

જોકે આક્ષેપને પૂર્વ મંત્રીએ મનઘડત ગણાવ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને પૂર્વ ચેરમેન પૂછતાં તેમણે જણાવ્યું કે રાજકોટ જિલ્લા બેંકમાં ભરતી માં ભ્રષ્ટાચાર મામલે જાડેજા સહિતના અધિકારીઓને રજૂઆત કરીશું.

જિલ્લા બેંકમાં છેલ્લા 15 વર્ષથી આ કામ થાય છે ધોરણ 10 માં પાસ ને પટાવાળા તરીકે લીધા બાદ પ્રમોશન આપીને બેંકમા ક્લાર્ક મેનેજર સહિત ના પદો પર બેસાડી દેવાય છે.

જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર ની ગેરહાજરી અને સભ્યોના પ્રશ્નોની અવગણના નો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કેટલાક સભ્યોએ પક્ષ પ્રમુખના દ્વાર ખખડાવ્યા હોવાનું સમર્થન મળે છે.

જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ આચાર્યએ કહ્યું કે, બીએડ ના મુદ્દા રજૂઆત માટે આવ્યા હતા જે ચૂકવાઈ ગયું છે.

જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ કહ્યું કે જિલ્લા પંચાયતના તમામ સભ્યોના ટીએડીએ રેગ્યુલર પાસ થાય જ છે. સાધારણ સભા કારોબારી સંકલન બધું સમયસર મળે છે, સભ્યોમાં નારાજગી હોય છે તેની કોઈ રજૂઆત કરવામાં આવી નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *