જીતુ વાઘાણીએ PM મોદીને લઇને આપ્યું મોટું નિવેદન કહ્યુ કે, જે 34 વર્ષથી…

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓ યુવાઓ વિશ્વ સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે, અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકે એવા મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. રાજ્યના વિદ્યાર્થીઓને યુવાઓ શૈક્ષણિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય અને અનેક નવતર આયામો પ્રયોગો અને સુધારાઓ કર્યા છે. અને આગામી સમયમાં પણ કરીશું એ માટે રાજ્ય સરકારનું મન હંમેશા ખુલ્લું છે.

વિધાનસભા ખાતે ગુજરાત ખાનગી યુનિવર્સિટીઓના દ્વિતીય સુધારા વિધેયક રજૂ કરતાં જીતુ વાઘાણી એ કહ્યું હતું કે, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વવાળી અમારી સરકારે શિક્ષણ યાત્રાને વધુ વેગવંતુ અને મક્કમ બનાવવા નિર્ધાર કર્યો છે.

રાજ્યના યુવાધન શિક્ષણ દ્વારા વધુને વધુ રોજગારી મેળવવા આત્મનિર્ભર બને તે માટેના આયોજન કરવાના છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા એક શિક્ષણ ક્ષેત્રે જે નવા આયામો હાથ ધર્યા છે.

તેને વધુ સંગીન સાથી અમે આગળ વધારી યુવાધનને વધુ શિક્ષિત બનાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે વિવિધ કોલરશીપ શિષ્યવૃત્તિ શરૂ કરી છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, કોલેજના વિદ્યાર્થીઓ પીએચડી કરી શકે

તે માટે નવીન શોધ યોજના પોસ્ટ ક્રેડિટ શિષ્યવૃત્તિ, મેડિકલની બેઠકમાં વધારો અને તેની ફીમાં 50 ટકા જેટલી સહાય જેવા અનેકવિધ શિક્ષણલક્ષી આયામો અમે શરૂ કર્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *