Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
"કિંગ ઓફ સાળંગપુર" સાળંગપુર નિર્માણ થવા જઈ રહી છે 54 ફૂટની હનુમાનજી મહારાજની સૌથી ઊંચી મૂર્તિ, દાદાની મૂર્તિ જોઈ ભક્તો અને સંતોમાં ખુશીની લહેર - GUJJUFAN

“કિંગ ઓફ સાળંગપુર” સાળંગપુર નિર્માણ થવા જઈ રહી છે 54 ફૂટની હનુમાનજી મહારાજની સૌથી ઊંચી મૂર્તિ, દાદાની મૂર્તિ જોઈ ભક્તો અને સંતોમાં ખુશીની લહેર

સાળંગપુરમાં હનુમાન દાદાની 54 ફૂટની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. આ કિંગ ઓપન દાદાની મૂર્તિ ચાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે. દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતા ભક્તો 7 કિલોમીટર દૂરથી દર્શન કરી શકે છે. હવે મૂર્તિને આખરીઓ આપવામાં આવી રહી છે. જેના કારણે ભક્તો અને સંતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ઘણા સમયની મહેનત બાદ હનુમાન દાદા ની આ પ્રતિમાને તૈયાર કરવામાં આવી છે.

હનુમાન દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમા સાથે ગદા પણ મૂકવામાં આવી છે આ ગજા દિવાળીના શુભ દિવસે સાળંગપુરના આંગણે પહોંચી ગઈ હતી અને મિત્રો 33 ફૂટ લાંબી અને આઠ- 3 વજનવાળી આ બધા ને સંતો દ્વારા વિધિવત રીતે પૂજા કરવામાં આવી હતી.

જાણવા મળી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હથે હનુમાનજી મહારાજની આ વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સાળંગપુર ધામને કિંગ ઓફ સાળંગપુર નામેથી ઓળખવામાં લાગશે અને હનુમાન દાદાની સૌથી મોટી પ્રતિમા બની ગઈ છે.

આ સાળંગપુર પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે, અહીં અત્યારે 370 કારીગરો દિવસ રાત કામ કરી રહ્યા છે. સાળંગપુર ધામે કિંગ ઓફ સાળંગપુરમાં 54 ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિ મુકવાની છે. બોટાદ જીલ્લાનું વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે, શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ.

હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે. કારણ કે આજે હજારો લોકોના આસ્થાના મંદિર પર લોકો દર્શન કરવા દેશ-વિદેશથી આવતા હોય છે. ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહીં પરંતુ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમાં આવે તે વાત અને સંતોના વિચાર સાથે હાલ અહીંયા વિરાટ 54 ફૂટની હનુમાન દાદાની મૂર્તિની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.

54 ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિના પગ અને છાતીના ભાગ અગાઉ આવી ગયેલ હોય જેને ફીટીંગ કરવાની કામગીરી શરૂ થઈ છે. ત્યારે આજે સાંજના સમયે હનુમાનજી દાદાની મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડળધામ આવી પહોંચ્યો હતો, ત્યારે કુંડળધામ ખાતે સંતો મહંતો દ્વારા હનુમાનજી દાદાની મૂર્તિના મુખના ભાગનું વિધિવત રીતે પૂજન કરીને આરતી ઉતારવામાં આવી હતી,

ત્યારબાદ સાળંગપુર જવા રવાના થયા હતા. સાળંગપુરમાં 54 ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિ મુકવાને લઈને લોકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ મૂર્તિ મૂક્યા બાદ ભક્તો સાત કિલોમીટર દૂરથી દાદાના દર્શન કરી શકે છે, ત્યારે ભક્તોના હૃદયમાં ખૂબ જ આનંદ અને ભાવ પ્રગટી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *