સસ્તુ સોનુ ખરીદવા જ્વેલર્સમાં ઉમટી ભીડ, સોના ચાંદીના ભાવમાં થયો ધરખમ ઘટાડો, જાણો 10 ગ્રામનો નવો ભાવ

સોનાના ભાવમાં ગઈકાલે જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ગઈકાલે ચાંદીમાં 1980 રૂપિયાના જંગી ઘટાડા બાદ આજે ફરી એકવાર કારોબાર સુસ્તી સાથે જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનુ આજે 160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે.

સોનાના ભાવ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 0.30 ટકા ઘટીને 50,869 પ્રતિ 10 ગ્રામ છે, અને આ ડિસેમ્બર વાયદાના દરો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કીમતી ધાતુઓની કિંમતમાં ઘટાડા વચ્ચે સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 543 રૂપિયા ઘટીને 51,625 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.

તેના કારણે અગાઉના ટ્રેન્ડિંગમાં સોનું 52,168 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. આ સિવાય ચાંદી રૂપિયા 21 રૂપિયાથી ઘટીને 59725 પ્રતિ કિલોગ્રામ પર આવી છે, જે અગાઉ 61,846 પ્રતિ કિલો ગ્રામ હતી. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો.

સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.

તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *