જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર 28 તારીખે જોડાશે કોંગ્રેસમાં, પ્રશાંત કિશોર નો માથે હાથ..

સિપીઆઇ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આગામી 28 સપ્ટેમ્બરે કોંગ્રેસ માં જોડાશે. તેમ સૂત્રો મુજબ જાણવા મળી રહ્યું છે કોંગ્રેસ ના સુત્રો અનુસાર પાર્ટીએ બિહારમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કન્હૈયા કુમાર ને સાથે આવવાની ઓફર કરી હતી. પરંતુ તે પછી તે શક્ય બન્યું ન હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ પાર્ટી પાસે કનૈયાકુમાર માટે એક યોજના છે જેનો અમલ કરવામાં આવશે બિહારમાં કોંગ્રેસ ટૂંક સમયમાં તેના નવા પ્રદેશો જયશ્રી જાહેરાત કરી શકે છે.

તો બીજી બાજુ ગુજરાતના બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે 2017 માં યોજાયેલી

ગુજરાતમાંથી જીગ્નેશ મેવાણી એક યુવા દલિત નેતા તરીકે ઉભરી આવ્યા છે ગુજરાતમાં બનેલી કેટલીક ઘટનાઓમાં જીગ્નેશ મેવાણી એ તાત્કાલિક રાજ્ય સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો

સમસ્યાનું યોગ્ય સમાધાન મેળવ્યું હતું. ગુજરાતમાં આગામી વર્ષના ડિસેમ્બરમાં ગુજરાતી ધારાસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસ યુવા ઉપર વધુ ભાર મુકવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. કે જીગ્નેશ મેવાણી ને યુવા દલિત નેતા તરીકે કોંગ્રેસ ગુજરાત સહિતના અન્ય રાજ્યમાં ઉપસાવા માંગે છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જીગ્નેશ મેવાણી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ના સીધા સંપર્કમાં રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *