જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી રૂપાણી સરકાર પર લગાવ્યો મોટો આરોપ, જાણો.

ફરી આ મનરેગા યોજના ચર્ચાનો વિષય બની છે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સરકાર 5 વર્ષ ની પૂર્ણ ઉજવણી કરી રહી છે. આજે રાજ્ય સરકાર વિકાસ દિવસ અને ગઈકાલે રાજ્ય સરકારે રોજગારી દિવસની ઉજવણી કરી હતી. આ દિવસની ઉજવણી વિરોધ પણ થઇ રહ્યો છે.કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સમાંતર દિવસોની ઉજવણી કરી રાજ્ય સરકારને ઘેરી રહી છે.

ત્યારે હવે મનરેગા મુદ્દે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એક પત્રકાર પરિષદ સંબોધી હતી પત્રકાર પરિષદ કરી જીગ્નેશ મેવાણી એ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે.

જીગ્નેશ મેવાણી જણાવ્યું હતું કે મનરેગામાં કામ કરનારા લાભાર્થી રૂપિયા મળતા નથી.વધુમાં જણાવ્યું હતું કે એક અંદાજ મુજબ 1 લાખ શ્રમિકો નાણાંથી વંચિત છે. રૂપિયા 200 કરોડના નાણાં રૂપાણી સરકારે હજી સુધી ચૂકવ્યા નથી.

રાજ્યમાં અત્યારે મોંઘવારી અને રોજગારી ચરમસીમા એ છે. આ રૂપાણી સરકાર વિકાસ ના તાયફા કરી રહી છે. જીગ્નેશ મેવાણી એ કહ્યું હતું કે કેન્દ્રના ગુજરાતની હળહળતા અન્યાય થઇ રહ્યો છે. 2 મહિના અને 15 દિવસથી નાણાંની ચુકવણી કરવામાં આવ્યા નથી.

જીગ્નેશ મેવાણી એ પ્રેસ કોન્ફરન્સ કરી તો રૂપાણી સરકાર પર મનરેગા યોજના નો લાભ લોકોને મળતો નથી તેનો આરોપ લગાવ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *