જીગ્નેશ મેવાણી આ તારીખે જોડાશે કોંગ્રેસમાં ! પાર્ટીમાં હાર્દિક પટેલ કરતાં પણ ઊંચું પદ મળશે
એક સાંસદ ના માર્ગે જઈ રહેલ કોંગ્રેસ પક્ષમાં નવી રાહુલ બ્રિગેડ તૈયાર કરવા માટેના પ્રથમ પ્રયાસો ચંડીગઢમાં ના કેપ્ટન અમરિંદર સિંહના ખસેડીને યુવા ચહેરા તરીકે ચરણજીતસિંહ ચન્નીની ને પંજાબના મુખ્યમંત્રી બનાવ્યા બાદ હવે કોંગ્રેસ બે જાણીતા ચહેરા ને પણ પક્ષમાં ભેળ આવશે. અને તેમાં ગુજરાત કોંગ્રેસને પણ વધુ એક નવા કાર્યકારી પ્રમુખની ભેટ આપશે.
ટોચના સૂત્ર અનુસાર મુજબ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયન ના પ્રમુખ તરીકે જાહેર જીવનમાં આવ્યા બાદ ભારતીય સામ્યવાદી પક્ષમાં જોડાવાથી કનૈયા કુમાર તથા ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આગામી તારીખ 2 ઓક્ટોબરના રોજ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે.
અને તે બાદ બંને રાજ્ય કક્ષાએ મહત્વના હોદ્દા આવશે જેમાં જીગ્નેશ મેવાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવી શકે છે.
હાલ પાટીદાર અનામત આંદોલનથી નવા ચહેરા તરીકે ઉપસી આવેલા હાર્દિક પટેલે કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. હવે તેની સાથે ચહેરા તરીકે જીગ્નેશ મેવાણી જોડાશે.
ભાજપે હાલ જ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરીને પાટીદાર મુખ્યમંત્રી બનાવ્યા છે. અને હવે પક્ષ ઓબીસીના વિશાળ વર્ગને આવરી લેવા માટે કોઈ નવા માસ્ટર સ્ટ્રોક ની તૈયારીમાં છે.
તે વચ્ચે કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં દલિતો નાઈ નવા યુવા ચહેરા તરીકે જીગ્નેશ મેવાણી ને આગળ કરીને આ સમાજના યુવા વર્ગને આકર્ષવા માટે પ્રયાસ કરશે. પંજાબમાં પણ કોંગ્રેસ પક્ષ દલિતનું રાજકારણ રમી ને ભાજપ અને બસપાને હલચલ આપી છે.
વડગામમાં જીગ્નેશ મેવાણીએ 2017માં ભાજપ સામે અપક્ષ તરીકે જીત મેળવી હતી. અને કોંગ્રેસ પક્ષે તે સમયે તેની સામે ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!