જીતુ વાઘાણીએ વિપક્ષ પાર્ટીઓને લીધી આડા હાથે, આકરા પ્રહાર કરતાં કહ્યું કે..
વિધાનસભામાં ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ હતો અને બીજા દિવસે વિપક્ષે સરકારને ઘેરવા માટે અલગ-અલગ મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જેમાં મહામારી થી જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને સહાય આપવા બાબતે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો કોંગ્રેસે સીધો આક્ષેપ રાજ્ય સરકાર પર લગાવ્યા હતા. રાજ્ય સરકારે કોરોનાથી જીવ ગુમાવનાર લોકોના આંકડા છુપાવ્યા છે.
ત્યારે આ બાબતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસને જવાબ આપ્યો હતો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કાયદા અને ધારાધોરણ બધાને લાગુ પડતા હોય છે.
માત્ર વાતચીત કરી લોકોની લાગણી લેવી તે ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી. કોંગ્રેસ લોકોની લાગણી દુભાવવા નું કામ કરે છે, પરંતુ તે 25 વર્ષથી ક્યારેય પણ ફાવી નથી. અને ભવિષ્યમાં પણ ફાવશે નહીં જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા છે તે બાબતે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં હું જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતો.
ત્યારે હું એક ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યો છું કે કોઈને પણ કોઈપણ પાર્ટીમાં જવાનું અધિકાર છે. આ બાબતે મારી કોઈ ટીકા-ટિપ્પણી નથી. એ કોઈપણ પાર્ટીમાં જવા ઈચ્છે તો તે જોઈ શકે છે.
જનતાની ખુશી માટે પરંતુ જનતાએ 25 વર્ષથી કોંગ્રેસને સત્તાથી બહાર રાખી છે, અને 2022માં પણ જનતાએ આવું મન બનાવ્યું છે. એટલે કોંગ્રેસ માં જઈને પણ તેમની સત્તા ની ભૂખ પૂરી થવાની નથી, અમે સેવા કરવા માટે છીએ.
હું વાત કરતો હતો કે એજન્ટ તરીકે અપક્ષ રડવું પછી કોંગ્રેસની સામે ઉમેદવાર ઊભો નહીં રાખે કેટલાક લોકો સમાજને ઉશ્કેરવા માટે બહાર રહે અને રાત્રે મીટીંગો કરે અને પછી ફરીથી પાછા પાર્ટીમાં ચાલ્યા જાય છે.
આ બધું જનતા જોઈ રહી છે. અંદર પડેલી રાજનીતિ નો કીડો અને કોંગ્રેસની નિતી કોંગ્રેસના સંમેલન હોય ત્યાં સુધી જાતિ અને જ્ઞાતિ ની વાતો થાય અને ભાજપને માત્ર ન આપો તેવી વાતો થાય.
આ બધા કોંગ્રેસના ક્વીન તરીકે કોંગ્રેસના એજન્ટ તરીકે અને ભૂતકાળમાં દેખાડવાના અને ચાવવાના દાંત બંને અલગ થયા તે અત્યારે સાબિત થયું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!