જીતુ વાઘાણી એક્શનમાં / તાબડતોબ બેઠક બોલાવી, લીધો આ મોટો નિર્ણય…

ગુજરાતના નવા વરાયેલા મંત્રીઓ માંથી મોટાભાગના મંત્રીઓ આજે ચાર્જ સંભાળી લીધો છે. વિધાનસભા ચૂંટણી પહેલા નવી સરકાર અને નવા મંત્રીઓ સામે અનેક પડકારો છે. ત્યારે શિક્ષણ ખાતું સંભાળી રહેલા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી મોટો નિર્ણય લીધો છે.

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભુપેન્દ્ર સરકારમાં શિક્ષણ ખાતાના મંત્રી જીતુ વાઘાણીએ આજે સવારે ખાતા નો વહીવટ સંભાળ્યો છે.

જે બાદ શિક્ષણ ખાતાના અધિકારીઓ સાથે બેઠક કરી અગાઉની સરકાર માં ચાલી રહેલી શિક્ષણ યોજનાઓ અને ભવિષ્યની આયોજન વિશે લગભગ બે કલાક બેઠક લઈ ગ્રહણ ચર્ચા કરી હતી.

જે બાદ શૈક્ષણિક યોજનાઓ માટે 23 કરોડ અને 77 લાખની ગ્રાન્ટ ફાળવી દીધી હતી. ગુજરાતના શિક્ષણને વધુ વેગવંતુ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જીતુ વાઘાણી એ કહ્યું હતું.

જુદી જુદી યોજનાઓ માટે ગ્રાન્ટ વપરાશે તેવી જાહેરાત પણ કરી હતી, અને અધિકારીઓ શનિ દરેક યોજનાને પાયા પર લાગુ કરવા તેમજ મુંઝવતા પ્રશ્નોના જલ્દી નિકાલ લાવવા માટે પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો.

જીતુ વાઘાણી ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે. 5:00 કલાકે કમાન્ડ એન્ડ કંટ્રોલ માં અધિકારીઓને મળશે. બેઠકમાં સ્કૂલ ઓફ સાયન્સ પ્રોજેક્ટ બાબતે પણ ચર્ચા વિચારણા કરશે.

પ્રાથમિક શિક્ષણની તમામ યોજનાનું મંત્રી સાથે સમક્ષ પ્રેઝન્ટેશન થશે સ્કૂલ મર્જ જેવા મુદ્દા બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. તેમ જ ધોરણ 1 થી 5 ની સ્કૂલ શરૂ કરવા બાબતે પણ અનેક ચર્ચા વિચારણા કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *