Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
જીતુ વાઘાણી નું મોટું નિવેદન કહ્યું કે, વિપક્ષના નેતા સહિત સભ્યોના.. - GUJJUFAN

જીતુ વાઘાણી નું મોટું નિવેદન કહ્યું કે, વિપક્ષના નેતા સહિત સભ્યોના..

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિધાનસભા નો ઈતિહાસ સત્ર સફળતાપૂર્વક સંપન્ન થયું છે. મુખ્યમંત્રીના સરળ સ્વભાવ અને નિખાલસ વ્યક્તિત્વ ના પરિણામે વિપક્ષના નેતા સહિત સભ્યના અપ્રતિમ યોગદાન પરિણામે બે દિવસ નું સૂત્ર સફળતાપૂર્વક સંપન્ન થયું છે.

તે બદલ મુખ્યમંત્રી નો આભાર પણ તેમણે વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડોક્ટર નીમાબેન આચાર્ય ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ ની વરણી કરવામાં આવી છે. જીતુ વાઘાણી એ કહ્યું હતું કે, બે દિવસના સત્રમાં રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો યોજનાકીય કારીગરી માટે યોજાયેલ પ્રશ્નોત્તરી પણ વિપક્ષ શાસક પક્ષના સભ્યો સમગ્ર કામગીરી માં ખુબજ નિષ્પક્ષ રીતે સહભાગી થયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગૃહમાં રજૂ થયેલ ચાર સરકારી વિધેયકો માં પણ વિપક્ષ થઈ જ સભ્યોએ ખુલ્લા મને ચર્ચા કરી તમામ સર્વાનુમતે પસાર કરાયા છે. આ એક ઐતિહાસિક ઘટના બની છે.

તેમણે બે દિવસ વિધાનસભા સત્રની વિગતો આપતા કહ્યું કે, આ ચાલુ સત્રમાં કુલ ચાર વિધેયક વિના વિરોધે સર્વાનુમતે પસાર થયા છે.

જેમાં નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાત સુધારા વિધેયક 2021 ભારતનું ભાગીદારી વિધેયક2021 અને રોજગાર વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજયમંત્રી બ્રિજેશકુમાર મિર્ઝા, કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટીની

2021 શિક્ષણ વિભાગ ગુજરાત ખાનગી યુનિવર્સિટી 2021 ની સર્વાનુમતે વિના વિરોધે પસાર કરી વિધાનસભાગૃહમાં પક્ષ અને વિપક્ષ એ ગુજરાતની પ્રજાના હિતમાં નવી હકારાત્મક પહેલ કરી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *