Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
જેલમાં બંધ આપના નેતાઓ મુક્ત કરાવવા કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવશે, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે બેઠક.. - GUJJUFAN

જેલમાં બંધ આપના નેતાઓ મુક્ત કરાવવા કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવશે, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે બેઠક..

હેડ ક્લાસ પરીક્ષાના પેપર લીક મામલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટીના નેતા અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણ પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસે ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ગુજરાત માં આપના નેતાઓ અને મહિલાઓ કાર્યકર્તાઓની ધરપકડ થતા દિલ્હીથી આપના ગુજરાત પ્રભારી ગુલાબ સિંહ યાદવ તાત્કાલિક અમદાવાદ પહોંચ્યા હતા.

ત્યારબાદ ગુલાબ સિંહ યાદવ બન્યું અન્ન જળનો ત્યાગ કર્યો છે. આપને મહિલા કાર્યકર્તાઓની જામીન મળ્યા બાદ ગુજરાત પ્રભારી અને દિલ્હી ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

તેઓએ જણાવ્યું હતું કે, આપની મહિલાઓ કાર્યકર્તાઓની જામીન મળી ગઈ છે. આપઓ નેતા અને 65 કાર્યકર્તાઓ જેલ માં બંધ છે.

જામીન મળે તેવી કાર્યવાહી ચાલી રહી છે ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. ગુલાબ સિંહ યાદવ અને ઉપવાસનો આજે ચોથો દિવસ છે. તબિયત હાલ સ્થિત રહેલી છે. ગાંધી આશ્રમ ઉપવાસની મંજુરી માંગી પણ આપી નથી.

જેથી હાઇકોર્ટમાં ગયા છીએ આ મામલે મનોજ સોરઠીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. અને તેઓએ જણાવ્યું હતું કે પેપર ફૂટયું છે.

અને યુવાનો ને ન્યાય મળે તે માટે આપની માંગણી છે. ગુજરાત સરકારે જો કોઇ કાર્યવાહી નહીં કરે તો ઉપવાસ ચાલુ રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે.

વિદ્યાર્થીઓને વળતર મળે અને ન્યાય મળે તે માટે માંગ કરશે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવશે હાલમાં આજરોજ રીપોર્ટ મંગાવી રહ્યા છે.

આખો તંત્ર સંકળાયેલું છે આપના કાર્યકર્તા ડોર ટુ ડોર પ્રક્રિયા હાથ થશે. અને ભારતીય જનતા પાર્ટીના કૌભાંડનો પર્દાફાશ કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *