ખજૂર ભાઈએ દિવ્યાંગ દાદા ના દીકરા બનીને નવું ઘર બનાવીને તેમનો ગૃહ પ્રવેશ કરાવ્યો, દાદાની આંખો ભીંજાઈ ગઈ..

છેલ્લા ઘણા મહિનાઓથી ખજૂર ભાઈએ ઘર બનાવવાનો મહોલ ચાલુ કરી દીધો છે. કેટલાક જરૂરીયાત મંદ લોકોને ખજૂર ભાઈએ ઘર બનાવી આપ્યા છે હાલમાં ફરી એક વખત ખજૂર ભાઈએ એક દિવ્યાંગ દાદાની મદદ કરી છે, અને તેમની વહારે આવીને તેમને પણ જેટલી મદદની જરૂર હતી. એ બધી મદદ કરી છે આ દાદા ભાવનગરના તળાજા ના નેસવડ ગામમાં રહે છે. અને આ દાદાનું નામ જાદવ દાદા મણિશંકર છે

તેઓ દિવ્યાંગ છે. અને તેમની આગળ પાછળ કોઈ નથી તો તેઓ એકલા રહીને તેમના દિવસો આવી પરિસ્થિતિમાં પસાર કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દાદા તેમના દિવસ પસાર કરી રહ્યા છે, અને જે મળે તે ખાઈ લે છે. ખજૂર ભાઈ એ દાદાની મુલાકાત કરી હતી

તેમની બધી જ પરિસ્થિતિ ઓ વિશે વાત સાંભળી હતી. આ વાત સાંભળીને ખજૂરભાઈ ખૂબ જ દુઃખી થયા હતા. તેઓએ આ દાદાની મદદ કરવાનું નક્કી કરી લીધું હતું. આમદાદાની તમામ જરૂરિયાત પૂરી કરવા માટે ખજૂર ભાઈએ નક્કી કરી પહેલા દાદા નું નવું ઘર બનાવવાનું ચાલુ કરી દીધું હતું.

ખજૂર ભાઈ આખું ઘર અને તેમની તમામ જરૂરિયાતોને પૂરું કરીને દાદા ના દીકરા બન્યા હતા. આમ તેઓની આ મદદ જોઈને ગામના લોકોએ ફૂલહાર પહેરાવીને ખજૂર ભાઈનું જોરદાર સ્વાગત કર્યું હતું. આ બધા લોકો ખુશ થઈ ગયા હતા.

આમ દાદાને પણ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો, તો દાદાની આંખમાં હરખના આંસુડા વહેવા લાગ્યા હતા. દાદા ભાવનગરના તળાજા ના નેસવડ ગામમાં રહે છે. અને આ દાદાનું નામ જાદવ દાદા મણિશંકર છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *