કિસાન સંઘ : ખેડૂતો માટે મહત્વપૂર્ણ ટેકાના ભાવ અંગે યોગ્ય નિર્ણય લેવામાં વર્તમાન સહિત બધી સરકારો નિષ્ફળ રહી છે. ખેડૂતોના કૃષિ કાયદા વિરુદ્ધ ના આંદોલનમાં હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંગઠન ભારતીય કિસાન સંઘ પણ જોડાયું છે. કિસાન સંઘની જાહેરાત કરી છે કે, કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓ અને ટેકાના ભાવ અંગે નિર્ણય નહીં એ તો 8 સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.
કિસાન સંઘે આ નિર્ણય લેવા માટે કેન્દ્ર સરકારને આ મહિનાની અંત સુધીનો સમય આપ્યો છે. કિસાન સંઘના નેતા યુગલ કિશોર મિશ્રાએ કહ્યું હતું કે, અમે મોદી સરકારને કૃષિ કાયદા અને ટેકાના ભાવ અંગે નિર્ણય લેવા માટે 31મી ઓગસ્ટ સુધીનો સમય આપીએ છીએ.
જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે 8 સપ્ટેમ્બરના રોજ દેશ વ્યાપી ધરણા કરીશું, અને અમારી માંગણીઓ ને આગળ વધારવા માટે યોગ્ય નિર્ણય લઇશું.
કિસાન સંઘના નેતાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ટેકાના ભાવ નથી મળી રહ્યા તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે, અને તેમની પરિસ્થિતિ અને સમસ્યાઓ વિશે ગંભીર બનતી જાય છે.
જ્યારે કિસાન સંઘના નેતા અને પૂછવામાં આવ્યું હતું કે, શું મોદી સરકાર ખેડૂતોની સમસ્યા પર ધ્યાન નથી આપ્યું ? તો તેમને કહ્યું હતું કે, હા બિલકુલ. મોદી સરકાર ખેડૂતોના ટેકાના ભાવ અને ખર્ચ અંગે વિચારણા નથી કરી. કિસાન સંઘ કૃષિ કાયદામાં સુધારા બાબત ની માંગણી કરી રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!