નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ માં અમિત શાહ હાજરી આપશે, આ મોટી જાહેરાત કરે તેવી સંભાવના, જાણો.

અમિત શાહ રહેશે મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિત. સોમવારે બપોર સુધીમાં આવી પહોંચશે ગુજરાત માં અમિત શાહ. ગયા અઠવાડિયે એટલે કે ગુરુવારે માત્ર 12 કલાકની ટૂંકી મુલાકાતે આવી ગુજરાતના રાજનીતિ કટ કથા લખી ગયેલા. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સોમવારે બપોરે 12:30 કલાકે અમદાવાદ આવી પહોંચશે.

એરપોર્ટ થી સીધા જ ગાંધીનગર જઇ નવનિર્વાચિત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના શપથ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ભુપેન્દ્ર પટેલ ના શપથ ગ્રહણ માં ઉપસ્થિત રહેશે.

શપથ ગ્રહણ બાદ અમિત શાહ મંત્રીમંડળ વિસ્તરણ અંગે પણ માર્ગદર્શન આપશે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આગામી વર્ષે નિયુક્ત કે સમય ડિસેમ્બર 2022 પહેલા યોજાવાની છે.

પરંતુ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી જાય તો નવાઈ નહીં.

તમને જણાવી દઈએ કે, ગાંધીનગર લોકસભા મતવિસ્તાર નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મતવિસ્તાર ઘાટલોડિયા વિધાનસભા ની બેઠક પણ આવી છે.

હવે મુખ્યમંત્રી તરીકે અમિતભાઈનો મતવિસ્તારની જવાબદારી પણ ભુપેન્દ્ર પટેલ ની રહેશે શક્ય છે કે, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અમિત શાહને ગુજરાતની મુલાકાતે ઓછી થઈ જાઇ.

પરંતુ સંસદીય મત વિસ્તારના કામમાં કોઈ બાધા ના આવે તેની સીધી જવાબદારી મુખ્યમંત્રીની રહી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *