PAAS અને SPG ની પાટીદાર અનામત મામલે મહત્વની બેઠક, આ મહત્વના નિર્ણય લેવાશે, જાણો.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજ્યો અને ઓબીસી અનામતની યાદીમાં ફેરફાર કરવાનો અધિકાર આવતા પાટીદારોને અન્ય પછાત વર્ગમાં સમાવેશ અનામત આપવાનો માર્ગ મોકળો થયો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ માહોલમાં પાટીદારોને અનામત આપવા માટે આંદોલન કરનાર પાટીદાર ના બે મોટા સંગઠનનો સરદાર પટેલ ગૃપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ અમદાવાદ માં બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરદાર પટેલ ગૃપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકમાં પાટીદારોને અનામત આપવા સહિતની જૂની માંગણીઓ અંગે ચર્ચા કરાશે.

અલ્પેશ કથીરિયા, લાલજી પટેલ, દિનેશ બાંભણિયા સહિત પાટીદાર આગેવાનો વિવિધ પડતર માંગણીઓને અંગે ચર્ચા-વિચારણા કરીને ભવિષ્યની ભાવિ રણનીતિ ઘડશે.

તાજેતરમાં કેન્દ્રીય સામાજીક અને ન્યાય બાબતના મંત્રી રામદાસ આઠવલે કહ્યું હતું કે, ગુજરાતના પાટીદારો મહારાષ્ટ્રના મરાઠાઓ અને હરિયાણાના રાજપૂતોને ઓબીસી અનામતના આપી શકાય.

આ તમામ સમુદાયને અલગ કવોટા બનાવીને અનામત મળવી જોઈએ. આઠવલેએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં પાટીદારોને અનામત તો મળવા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

આ નિવેદન પર ઘણી ચર્ચા થવાની શક્યતા છે. આ પહેલા 7 ઓગસ્ટે પાટીદાર ના બે મોટા સંગઠનોમાં સરદાર પટેલ ગ્રૂપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિની મહેસાણામાં યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં પાટીદારોનું આંદોલન ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

SPG અને PAAS ની બેઠકમાં નિર્ણય કરાયો છે કે, આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ ટુ શરૂ કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *