કુંવરજી બાવળિયા નું આ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું, બાવળિયા એ કહ્યું કે..
ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના જવાબદાર કોળી સમાજના હોદ્દેદારો દ્વારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ફરી વખત રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી થતા સોમનાથ ખાતે સાગર દર્શન માં અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે ગુજરાતના કોળી, ઠાકોર, તળપદા, ચુવાળીયા, ખેડીયા સહિતના તમામ કોળી તથા ઓ.બી.સી માં આવતા સમાજનો સાથે રાખીને એક મંચ પર આવા સંકેત આપ્યા હતા.
સોમનાથ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ઠાકોર સમાજના પ્રમુખ રોહિતજી, ઠાકોર પૂર્વ રાજ્યસભા ના સાંસદ શંકરભાઇ વેગડ, જૂનાગઢ જિલ્લા કોળી સમાજના પ્રમુખ ભગવાનજીભાઈ
અને જિલ્લા પંચાયત પ્રમુખ બચુભાઈ ભાજપના કાર્યકર્તાઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા નું સ્વાગત કરવામાં આવેલ હતું.
આગામી દિવસોમાં ગુજરાતના કોળી, ઠાકોર, તળપદા વગેરે સહિત વિવિધ નામે ઓળખાતા તમામ કોળી તથા ઓ.બી.સી માં આવતા દરેક નાના-મોટા સમાજ ને સાથે રાખી એક મંચ પર આવવાના સંકેત આપ્યા હતા.
સમાજમાં સામાજિક સંગઠનોને યુવાન માધ્યમથી પછાત સમાજોને સામાજિક, આર્થિક તથા રાજકીય ક્ષેત્રે સામૂહિક વિકાસ થાય તેવા તમામ પ્રયત્નો સાથે મળીને કરવા મક્કમ હોવાનું જાણવા મળેલ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!