કુંવરજી બાવળિયાની ફરીથી અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે નિમણૂક થઈ..

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં હલચલ મચી છે, હજુ તો વિધાનસભાની ચૂંટણીને વાર છે, પરંતુ ચૂંટણી સાવ નજીક જ હોય તે પ્રકારના રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કર્યા છે. રાજકીય પક્ષો દ્વારા લોક સંપર્ક શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય માં કોળી સમાજ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.કુંવરજી બાવળિયાની ફરીથી કોળી સમાજના પ્રમુખ તરીકે એન્ટ્રી થઈ છે.

મહત્વની વાત એ છે કે, 1 ઓગસ્ટના રોજ કુવરજી બાવળીયા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ઘણા વિવાદો સામે આવ્યા હતા વર્ષ 2017માં કુવરજી બાવળીયા સમગ્ર ભારત કોળી સંગઠનના પ્રમુખ બન્યા હતા, અને તેમની પસંદગી ત્રણ વર્ષ માટે કરવામાં આવી હતી.

ત્યારબાદ બાવળિયાએ સરકારના કામકાજમાં વ્યસ્ત હોવાને કારણે કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે ફરીથી તે રાજ્યોના પ્રતિનિધિઓ કુંવરજી બાવળિયાને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બનાવવા બાબતે નો ઠરાવ પસાર કર્યો હતો.

અને એના કારણે હવે કુંવરજી બાવળિયા આગામી ત્રણ વર્ષ સુધી કોળી સમાજના પ્રમુખપદે રહેશે. તો બીજી તરફ આ પહેલા બાવળિયાના વિરોધી જૂથ એ કરેલ કાર્યવાહીને ગેરબંધારણીય ઠેરવી દેવામાં આવી છે. દેશના 17 જેટલા રાજ્યમાં કોળી સમાજનું સંગઠન ચાલે છે.

બીજી તરફ સુરત અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત પટેલ કુંવરજી બાવળિયાને નિશાને લેતા તેમના પર આક્ષેપ કર્યા હતા કે, કુવરજી બાવળીયા મંત્રીપદની લાલચમાં ભાજપમાં જોડાયા હતા.

અને તેમણે સમાજ માટે કઈ કર્યું નથી તેમણે માત્ર પોતાની ખુરશી બચાવવાનો પ્રયાસ કર્યો છે, અને તેમણે સમાજમાં ફૂટ પાડવાનું કામ કર્યું છે. મહત્વની વાત એ છે કે, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી ફરીથી કુવરજી બાવળીયા ની નિમણૂક થતાં ભાજપ માટે આગામી વિધાનસભા ના સમાચાર સામે આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *