સમાચાર

કુંવરજી બાવળિયાની નારાજગી, સી.આર.પાટીલ ને પત્ર લખતા રાજકારણમાં હલચલ..

કોળી સમાજ ના નેતા કુવરજી બાવળિયા નુ નવા પ્રધાન મંડળમાં પત્તું કપાય રહ્યાના સંકેતોથી તેઓ ભારે નારાજ થયા છે. તેમના મત વિસ્તાર જસદણ તાલુકાના જિલ્લા પંચાયતની બેઠકોની પેટાચૂંટણીની જવાબદારીમાંથી હાથ ખંખેરી લઈને જિલ્લા સંગઠન ને સોંપવા પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખ્યો છે. હાલ પેટા ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય હજુ ભાજપે ઉમેદવાર ફાઇનલ કર્યા નથી.

રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર અને સાણથલી બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 18 છે. હવે ત્રણ દિવસ બાકી હોવા છતાં ભાજપે આ બંને બેઠકો પર ઉમેદવાર પસંદ કર્યા નથી.

કુંવરજી બાવળીયાએ પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી લઈને તારીખ 10મી મતવિસ્તારની બેઠકો કરી હતી. તે દરમિયાન તારીખ 11મી અપક્ષનો આદેશ આવતા, તેઓ તાત્કાલિક ગાંધીનગર પહોંચ્યા હતા.

રૂપાણી સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી હતા હવે. નવા પ્રધાનમંડળમાં તેઓ પડતા મૂકવામાં આવી રહ્યા હોવાના સંકેત થી તેઓ નારાજ છે. કુંવરજી બાવળીયાએ પ્રદેશ પ્રમુખ પાર્ટી ને પત્ર લખ્યો છે.

આ પત્ર ને લઈને ભારે ચર્ચા જાગી છે. જિલ્લા ભાજપના હોદ્દેદારોએ આવતીકાલે એક બેઠક બોલાવી છે, અને ઊમેદવાર ફાઇનલ કરી શુક્રવારે ફોર્મ ભરે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

બાવળિયાની નારાજગીથી ભરત બોઘરા જૂથ હવે મોકલો મેદાને આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસે પણ આવતીકાલે બેઠકનું આયોજન કર્યું છે.

પ્રભારી અને જિલ્લાના આગેવાનો બંને બેઠકના ઉમેદવાર ફાઇનલ કરશે તેવું અનુમાન છે. સોમવારથી ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે, પરંતુ હજુ પણ એક ફોર્મ ભરાયું નથી શનિવારે છેલ્લો દિવસ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *