કુંવરજી બાવળીયાએ દેખાડ્યું પોતાનું દમ, ચૂંટણી પહેલા આવ્યા મોટા સમાચાર, જાણો.
કોળી સમાજ ને લઈને મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કુંવરજી બાવળિયાની કોળી સમાજના પ્રમુખ તરીકે એન્ટ્રી થઈ છે. તે હવે અખિલ ભારતીય કોળી સમાજના ફરીથી પ્રમુખ બન્યા છે. 13 જુના પ્રતિનિધિ કુંવર બાવળિયાનો પ્રમુખ તરીકે ઠરાવ કર્યો છે. એ મહત્વનું છે કે, 17 રાજયોના અગ્રણીઓ ની સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી 3 વર્ષ માટે પ્રમુખ તરીકે કુવરજી બાવળીયા ની નિયુક્તિ કરી દેવામાં આવી છે. અગાઉ વિરોધી જૂથ એ કરેલી કાર્યવાહી અને ગેરબંધારણીય ઠેરવી હવે વળી સમાજ ની કમાન સોંપવામાં આવી છે.
ત્યારે હવે ફરી કંઈક નવાજૂની કરવામાં આવે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. કુંવરજી બાવળિયાની કોળી સમાજના પ્રમુખ તરીકે રી-એન્ટ્રી થવાથી ભાજપને ચૂંટણી પહેલા હાશકારો થયો છે.
કારણ કે, કોળી સમાજ ગુજરાતમાં પર વધુ પકડમ આવે છે, અને કુંવરજી બાવળિયા તેમના અગ્રણી રહે તે માટે પાર્ટી પરિસ્થિતિ હતી ત્યારે ઘીના ઠામમાં ઘી પડવાથી હવે કુંવરજી તેમજ કોળી સમાજ અને સાથે ભાજપને મોટો ફાયદો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે.
1 ઓગસ્ટના રોજ કુંવરજી બાવળિયા ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.જે બાદ અનેક વિવાદ ઊભા થયા હતા.
વર્ષ 2017માં બાવળીયા સમગ્ર ભારતના કોળી સંગઠનના પ્રમુખ બન્યા હતા. ત્રણ વર્ષ માટે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2020માં મહામારી ના સમય ને લીધે એક વર્ષ એકસ્ટેન્શન મળ્યું હતું.
કોળી સમાજનું સંગઠન દેશના 17 રાજ્યમાં ચાલે છે. સરકારના કામકાજ વ્યવસ્થાને કારણે રાજીનામું આપ્યું હતું અન્ય વ્યક્તિને જવાબદારી સોપવાનો નિર્ણય પણ કરાશે એવી વાત પહેલા પણ કરી ચૂક્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!