ભાજપનો માસ્ટર પ્લાન / 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને આ તૈયારીઓ કરી શરૂ, જાણો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે કેવડિયા કોલોની ખાતે ભાજપની પ્રદેશ કારોબારી મળશે આવતીકાલથી શરૂ થનારી પેપરલેસ પ્રદેશ કારોબારી હશે. ત્રણ દિવસ કારોબારીમાં મિશન 2022 ના લક્ષણો સાથે ભાજપ વિધાનસભા ની ચૂંટણી નો રોડ મેપ તૈયાર કરશે.
આ ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગુજરાત ડિજિટલ કનેક્શન પ્રોજેક્ટ લોન્ચ પણ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભાજપની પ્રદેશ કારોબારી મળી છે.
આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીમાં કેવીરીતે પ્રચાર કરવો કયા મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે જવું, અને વિરોધીઓને કઈ રીતે મહાત આપવી તેમજ 27 વર્ષની સત્તાને કેવી રીતે સાચવી રાખવી તે અંગેની રણનીતિ તૈયાર કરવામાં આવશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ને લોકો સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગેની તૈયારી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં ભાજપના સાંસદો ધારાસભ્યો નેતાઓ સંગઠનના હોદ્દેદારો ઉપરાંત કર્મચારી કેવી રીતે એક્ટિવ રહેવું તેની પણ સમજ આપવામાં આવશે.
ધારાસભ્યો સાંસદો અને હોદ્દેદારોને ટેબલેટ આપવામાં આવશે, અને તેનાથી ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટ અંતર્ગત 750 હજારોને ટેબલેટ આપવામાં આવશે. હવે આ ટેબ્લેટથી ધારાસભ્યો સાંસદો જનહિતના કાર્ય કરતાં જોવા મળશે.
આ ટેબલેટમાં કેન્દ્ર-રાજ્ય સરકારની જ લક્ષી યોજના ની માહિતી ઉપરાંત ફોર્મ હશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!