આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા નો આ નવો પ્રયોગ, દેશમાં બન્યો ચર્ચાનો વિષય, જાણો.

નવી દિલ્હીના નિર્માણ ભવન માં સ્વાસ્થ્ય મંત્રાલય ની ઓફિસમાં જવાનું થાય તો એક નવો ફેરફાર જોવા મળશે, વાત એમ છે કે ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એ કારભાર સંભાળતાની સાથે જ અનેક નવા ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે. એ પૈકી એક આવકારદાયક ફેરફાર એટલે “આઈડિયા બોક્સ”

મનસુખ માંડવિયાએ પોતાની ઓફિસની બહાર એક એવું બોકસ મુકાવ્યું છે કે, જે આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

શું છે આ આઇડિયા બોક્સ ? જાણો.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા અમલમાં લાવવામાં આવેલા આ પ્રયોગ મંત્રાલયની કાર્ય પધ્ધતિમાં ફેરફાર લાવવા માટે લાગુ કરવામાં આવ્યો હતો idea box લાકડાનું બોક્ષ છે કે, ઓફિસની બહાર લગાવવામાં આવેલું છે. અને તેના પર કેપિટલ લેટર માં અક્ષરે “આઈડિયા બોક્સ” એવું લખી દેવામાં આવ્યું છે.

મનસુખ માંડવિયાએ બેઠકમાં કામગીરીમાં ફેરફાર ની વાત પણ કરી હતી ત્યારબાદ કરવામાં આવેલા પ્રથમ પ્રયોગ છે idea box. આઈડિયા બોક્સ મંત્રાલયના અનેક પડકારો સમાધાન માટે ઉપયોગી થશે.

આ રીતે બદલાશે કાર્યપદ્ધતિઓ,ઘણીવાર અધિકારીઓ તેના ઉપરી પાસે સમસ્યા લઈ જતા ખચકાટ અનુભવતા હોય છે. પરંતુ હવે સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ તેમની સમસ્યા અને સમાધાન વગેરે આ બોક્સમાં નાખી શકશે.

જે મંત્રાલયને કાર્યપ્રણાલીમાં નવા પ્રાણ પૂરશે એવું માનવામાં આવી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *