Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અફઘાનીસ્તાનમાં તાલીબાન રાજ પછી ગૃહમંત્રાલય એક્શનમાં, અમિત શાહના અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય, જાણો. - GUJJUFAN

અફઘાનીસ્તાનમાં તાલીબાન રાજ પછી ગૃહમંત્રાલય એક્શનમાં, અમિત શાહના અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય, જાણો.

અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ કરવા જઈ રહ્યું છે. વિશ્વમાં ખુદને મહાશક્તિ ગણાવતા અમેરિકા પણ હવે હાથ ઊંચા કરી દીધા છે, ત્યારે અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે, લોકો વિમાનમાં બસ ની જેમ લટકી રહ્યા છે. ત્યારે ભારતના ગૃહ મંત્રાલય દ્વારા આવા લોકોને વિઝા આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

એક તરફ જ્યાં ભારતનું મિશન ચાલી રહ્યું છે, જેમાં એરફોર્સના વિમાન દ્વારા ભારતીયોને કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ બીજાને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભારતે પોતાના વિઝા નિયમો માં મોટો બદલાવ કરી દેવામાં આવ્યું છે.

ગૃહ મંત્રાલય આ બાબતે મોટો નિર્ણય લીધો છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અફઘાનિસ્તાન ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિઝા નિયમો સમીક્ષા કરવામાં આવી છે તથા મોટું એલાન કરવામાં આવ્યું છે.

ઇલેક્ટ્રોનિક વિઝા ની નવી શ્રેણી ‘e emargency X- MiSc visa’ શરૂ કરવામાં આવ્યા છે. જે લોકો ભારત આવવા માંગે છે જે તેમના માટે વિઝા આવેદનમાં તેજી લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય વાયુસેનાનું સ્પેશિયલ વિમાન સેવા આજે સવાર થયું છે કે, વિમાનમાં આશરે 100 લોકો સવાર છે. નોંધનીય છે કે, અમેરિકાના સૈનિક દ્વારા કાબૂની એરપોર્ટ પર સુરક્ષા ઉપલબ્ધ કરવામાં આવી છે. અમેરિકાના સૈનિકોની સુરક્ષા વચ્ચે ભારતના વિમાન રવાના થયું છે.

આજે સવારે જ અમેરિકા દ્વારા કાબૂ એરપોર્ટ ખોલવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભારતના આશરે 500 થી વધારે લોકો ફસાયેલા છે, અને હવે ભારત પોતાના લોકોને કાઢવા માટે મિશન મોડ પર કામ કરી રહ્યું છે.

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, આગામી એક-બે દિવસમાં જ આ બધા લોકો ત્યાંથી બહાર કાઢી લેવામાં આવશે. સોમવારે 46 લોકો કાબુલ થી ભારત આવ્યા છે. નોંધનીય છે કે, 300 થી 400 ITBP જવાનો પણ અફઘાનિસ્તાનમાં છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *