આ દાદી 94 વર્ષની ઉંમરમાં કરે છે આ બિઝનેસ, CM તથા ઉદ્યોગપતિએ કર્યા વખાણ, જાણો.

સામાન્ય રીતે ૬૦ વર્ષ બાદ લોકો પોતાની જાતને અનફિટ માનવા લાગે છે, અને કામકાજથી નિવૃત્તિ લઇ લે છે.જો કે, આ વૃદ્ધ મહિલાએ એક મિશાલ કાયમ કરી છે. આ ઉંમરે તે બેસનની બરફી બનાવે છે, અને તે વેચે છે. આની એટલી ડીમાંડે છે કે ,પરિવારના બાકી લોકો પણ તેમની મદદ કરી રહ્યા છે. તેમની બરફી ના દિવાના પંજાબના મુખ્યમંત્રી અમરસિંહ થી માંડીને બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સુધી ને લોકો ને છે.

94 વર્ષના દાદી હરભજન કોરને આ કામ માટે તેમની દીકરીએ પ્રેરણા આપી. હરભજન હંમેશા એક વાત કરતી કે, તેમણે જિંદગીમાં એક પલ રૂપિયાની કમાણી નથી કરી અને આ વાતનો તેમને રંજ હતો. તે હવે કંઈ કરવા માંગે છે.

હરભજન ખૂબ સારી બરફી બનાવે છે. તેમની દીકરીએ આ બરફી તેમને સ્ટાર્ટ અપ કરવા કહ્યું અને 94 વર્ષના દાદી હરભજને આ રીતે બરફી બનાવી તેનો બિઝનેસ શરૂ કર્યો. દીકરીએ જણાવ્યું કે, તે ઘણી વખત બેસન બરફી બનાવવાની હતી. જેનો સ્વાદ અતિ લાજવાબ હોય છે.

હરભજનને ચંડીગઢના સેક્ટર 18 ના ઓર્ગેનિક બજાર નો સંપર્ક કર્યો. તેમણે સૌથી પહેલાં પાંચ કિલો બરફી નો ઓર્ડર મળ્યો હતો. લોકોએ તેમની બરફી વધારે પસંદ આવતા તેઓ વધુ ઓર્ડર કરવા લાગ્યા.

આ રીતે હરભજનનો પણ બિઝનેસ વધવા લાગ્યો, આ સાથે તેમને બદામનું શરબત, દૂધનો આઇસક્રિમ અને ટામેટા ની ચટણી તેમજ દાળનો હલવો અને ટેસ્ટી અથાણા પણ બનાવવાના શરૂ કરી દીધા.

હરભજન ખુદ પોતાના હાથે બધી વસ્તુ બનાવે છે કારણ કે, સ્વાદ તો તેમના હાથથી જ આવે છે. હરભજને જણાવ્યું હતું કે, તેમને બેસનની બરફી બનાવવા નું તેમના પિતા પાસેથી શીખ્યું હતું. તેમના ઘરમાં આ પરંપરા 100 વર્ષથી વધુ સમયથી ચાલી આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *