Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી - GUJJUFAN

લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

લાંબા સમય બાદ રાજ્યમાં બરાબર ચોમાસુ જામ્યું છે. ત્યારબાદ હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, માં અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

જ્યારે સોમવારે રાજ્યમાં સામાન્ય વરસાદની સંભાવના છે. ઘણા દિવસ પછી આ વરસાદી માહોલ જામ્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સોમવારે અરવલ્લી, પંચમહાલ, ખેડા, આણંદ, મહાસાગર, દાહોદ, છોટાઉદેપુર, જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં ગઈકાલે સામાન્ય વરસાદ પડયો હતો અને રોડ ઉપર ભુવા પડી ગયા. સામાન્ય વરસાદ માના ભૂવા પડતાં તંત્રની પોલ ખૂલી ગઈ છે. તંત્ર એક્શનમાં આવ્યું છે. અને આ રોડ ઉપર પડેલા ખાડા સારું કરવાનું કામ શરૂ કર્યું છે.

તાપીમાં ઉપરવાસ માં ભારે વરસાદ પડવાને કારણે ઉકાઈ ડેમનું પાણી ની ભરપૂર આવક થઈ છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમો છલકાયા છે. જ્યાં ગુજરાતમાં એકમાત્ર હિલસ્ટેશન એવા ડાંગમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો. સાપુતારા માં 26 ઈંચથી વધુ વરસાદ વરસ્યો.

નદીઓ બેકાંઠે વહી રહી છે.અને બે જેટલા કોઝવે સહિત અન્ય બે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ઘણી જગ્યાએ સામાન્ય વરસાદ તો ઘણી જગ્યાએ અતિભારે વરસાદ વરસ્યો છે. ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *