Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયા નો ધરખમ ઘટાડો, જાણો આજનો નવો ભાવ - GUJJUFAN

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયા નો ધરખમ ઘટાડો, જાણો આજનો નવો ભાવ

પેટ્રોલ અને ડીઝલની સ્થિર કિંમત વચ્ચે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટી રાહત મળી છે. આ વખતે સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયાનો મોટો ઘટાડો થયો છે. તેનાથી મોંઘવારીનું સ્તર ઘટાડવામાં મદદ મળશે. એક જુલાઈના રોજ ઇન્ડિયન ઓઇલ દ્વારા જારી કરવામાં આવેલા નવા ભાવ અનુસાર રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 198 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.

સામાન્ય જનતા માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયા નો ઘટાડો થયો છે.

અગાઉ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1 જૂને 135 રૂપિયા સસ્તું થયું હતું. આ રીતે છેલ્લા એક મહિનામાં સિલિન્ડરની કિંમતમાં 300 થી વધુ નો ઘટાડો થયો છે. મે મહિનામાં સિલિન્ડરના ભાવ વધીને 2,354 રૂપિયા થઈ ગયા હતા.

ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લે 19 મેના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં 30 જૂન સુધી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર 2219 રૂપિયામાં મળતો હતો.

જેની કિંમત 1 જુલાઈથી ઘટીને 2021 રૂપિયા થઈ ગઈ છે. તેવી જ રીતે કોલકાતામાં 2,322 ની સામે હવે આ સિલિન્ડર 2140 રૂપિયામાં મળશે. મુંબઈમાં તેની કિંમત 2171.50 રૂપિયાથી ઘટીને 1981 રૂપિયા અને ચેન્નાઈમાં 2373 રૂપિયાથી ઘટીને 2186 રૂપિયા થઈ ગઈ છે.

બીજી તરફ ઓઇલ કંપનીઓ તરફથી ઘરેલુ ગેસ સિલિન્ડરની કંપનીઓમાં કોઈ રાહત આપવામાં આવી નથી. દિલ્હીમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડર 1003 રૂપિયામાં મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *