ડાયરા માંથી રાતોરાત ફેમસ થયેલા કમાભાઈ વિશે મણીધર બાપુ એ કહી મહત્વની વાત, જાણો શું કહ્યું..

રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાભાઈ હાલ દેશ-વિદેશમાં ફેમસ થઈ ગયા છે. કમાભાઈ વિશે વાત કરીએ  કમલેશભાઈ નરોત્તમભાઈ નકુમ જેવા સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના વતની છે. જે નાનપણથી જ દિવ્યાંગ હોવાના કારણે એક આશ્રમમાં રહેતા હતા. કિર્તીદાન ગઢવી ની એક લોક ડાયરામાં કમાભાઈ સાથે મુલાકાત થઈ અને કમાભાઈ ને નાચતા જોઈને તેને 2000 રૂપિયા આપ્યા

આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો અને કમાભાઇ રાતોરાત સેલિબ્રિટી બની ગયા. ત્યારથી હવે કોઈ જગ્યાએ લોકડાયરાનું કે કલાકારોનું કાર્યક્રમ આયોજન હોય ત્યાં કમાભાઈને આમંત્રણ આપવામાં આવે છે, અને કમાભાઈ ત્યાં હાજરી પણ આપે છે.

લોક ડાયરા ના આયોજક હોય કે ગમે તે જગ્યાએ લોક કલાકારો કમાભાઈ ને પોતાની સાથે લઈ જાય છે, અને કમાભાઈ ની એન્ટ્રી થતા ચાહકોમાં અલગ પ્રકારની ખુશી જોવા મળી રહી છે. કમાભાઈ ગમે તે લોક ડાયરામાં કાર્યક્રમમાં તેના પસંદગી ઉપર ડાન્સ કરીને ચાહકોની ખુશીમાં વધારો કરે છે.

અને હાલમાં તો ગુજરાતમાં નહીં પરંતુ કમો સમગ્ર દેશ વિદેશમાં નામ કમાઈ ચૂક્યો છે. મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવારનવાર વિડીયો કમા ના જોતા હશો. રાજભા ગઢવીએ કમાણી અનોખી વાત કરતા જણાવ્યું હતું કે, કમો ડાયરામાં આવેલ તમામ રૂપિયા ગાય માટે દાન કરે છે.

ત્યારે આપણે જાણીએ છીએ કે કચ્છમાં આવેલ કબરાઉ ધામ સ્થિત મોગલ ધામ મંદિરે માતાજીની સેવા કરનાર મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે. તેને એક પત્રકારે ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે કમા વિશે બાપુ તમે બે ત્રણ વાત કરો. ત્યારે મણીધર બાપુએ કહ્યું કે, હાલ તો કમા નુ માન દેશ-વિદેશમાં વધ્યું છે.

વધુમાં જણાવ્યું કે, નરસિંહ મહેતા પણ હતા જેમણે 52 કામ કર્યા છતાં સમાજે તેનો વિરોધ કર્યો હતો. આપણે બધા જાણીએ છીએ કે, ભગવાન 52 કામ કર્યા નરસિંહ મહેતા ના અને ભગવાનને અને તે પણ ગાંડા થઈને નાચતા હતા.

બાપુએ ટૂંકમાં કમાને કહેવા માંગે છે કે, તમારું નામ દેશ વિદેશમાં વધી રહ્યું છે અને ડાયરામાંથી જે પૈસા આવે તે કોઈપણ વરણની દીકરી હોય તેને દાન કરી દે. અથવા તો કોઈપણ જરૂરિયાત વ્યક્તિને પૈસા દાન કર્યા. અને બાપુ કમા વિશે કહ્યું કે, કમા ની સારી વાત છે કે કમા બધા પૈસા દાનમાં આપી દે છે, અને ભગવાનની કૃપા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.