ભાજપ-કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા આવશે મનીષ સિસોદિયા ગુજરાત, આ દિગ્ગજ નેતા જોડાશે આપમાં..

ટૂંક સમયમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્રણ ઓક્ટોબરે ચૂંટણી માટે મતદાન થશે, ત્યારે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગાંધીનગર ખાતે પ્રચાર માટે આવવાના છે. ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના પક્ષી ટક્કર આપવા આ વખતે આમ આદમી પાર્ટી પણ સ્વતંત્ર પક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યું છે.

ગુજરાતમાં સારી શરૂઆત બાદ આપની લોકપ્રિયતા પણ વધી હોવાની ચર્ચા સંભળાઈ રહી છે. ત્યારે હવે સ્ટાર પ્રચારક મનીષ સિસોદિયા 29 સપ્ટેમ્બરે ચૂંટણી પ્રચાર માટે ગાંધીનગર આવવાના છે.

ત્યારે મળતી માહિતી મુજબ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે. તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગળ પડતા લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

અને ચર્ચાએ વેગ પકડ્યો છે. જેથી ગાંધીનગર મનપા ચૂંટણીના રસાકસીનો માહોલ સર્જાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

આગામી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મનીષ સિસોદિયા ગાંધીનગર મુલાકાતમાં આવશે. અને ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ અને પ્રભુત્વ દિવસેને દિવસે મજબૂત બની રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *