મનસુખ માંડવિયાએ લેઉવા અને કડવા પાટીદારો સાથે કરી મોટી બેઠક, જાણો શું કહ્યું..
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તૈયારીના ભાગરૂપે ગુજરાતમાંથી કેન્દ્રમાં ગયેલ પાંચ કેન્દ્રીય મંત્રીઓને ગુજરાતનાં વિવિધ જિલ્લાઓ જન સંપર્ક યાત્રા યોજી સરકારને કાર્યને પ્રજા સમક્ષ લઈ જવાની તેમજ સરકારની સારી છાપ ઉભી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
જેને લઇ ભાજપના કેન્દ્રીય મંત્રીઓ દ્વારા યાત્રા નો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટની મુલાકાતે આવ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કેન્દ્રીય મંત્રીઓ દ્વારા જનસંપર્ક યાત્રા યોજવામાં આવી હતી, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રની મુલાકાતે છે.
આરોગ્ય મંત્રી બન્યા બાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે. ત્યારે તેમના સ્વાગતમાં અનેક કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા ઢોલ નગારા સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર મહત્વ માનવામાં આવી રહ્યું છે.
ત્યારે મનસુખ માંડવીયા રાજકોટમાં લેવા અને કડવા પાટીદારો સાથે બેઠક યોજી અને તેના પર ચર્ચા વિચારણા કરી હતી. તેમના પાટીદાર સમાજના બંને જૂથને એક સાથે રાખીને બેઠક કરતાં અનેક રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં જેરામ પટેલ, પરેશ ગજેરા અગ્રણીઓ હાજર રહ્યા હતા. પાટીદાર સમાજની નારાજગી દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!