Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પ્રશાંત કિશોર અને ગુજરાતના આ દિગ્ગજ નેતા વચ્ચે દિલ્હીમાં બેઠક, 2022 ની ચૂંટણીને લઈને કોંગ્રેસ બન્યું સક્રિય.. - GUJJUFAN

પ્રશાંત કિશોર અને ગુજરાતના આ દિગ્ગજ નેતા વચ્ચે દિલ્હીમાં બેઠક, 2022 ની ચૂંટણીને લઈને કોંગ્રેસ બન્યું સક્રિય..

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને દિશા દેખાડવા માટે પ્રશાંત કિશોરની જવાબદારી સોપવાની હોવાની ચર્ચા શરૂ છે. ત્યારે પ્રશાંત કિશોર એક પછી એક ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. પ્રશાંત કિશોર પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસારીયા સાથે દિલ્હીમાં બેઠક કરી હોવાની વાત સામે આવી રહી છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર ગુજરાતને લઈને સક્રિય જોવા મળી રહ્યા છે. કનુભાઈ અને પ્રશાંત કિશોર વચ્ચે ગુજરાત વિધાનસભાની વર્ષ 2022 માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા થઈ છે.

બે કલાક કરતાં પણ વધુ દિલ્હીમાં બેઠક ચાલી છે. દિલ્હી ખાતે પ્રશાંત કિશોર ના નિવાસ્થાને કનુ કલસરિયા પહોંચ્યા હતા.આગામી 2022માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષોએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે.

ત્યારે કોંગ્રેસે ગુજરાતની કમાન પ્રશાંત કિશોરના હાથમાં સોંપી દીધી છે. ગુજરાતમાં પ્રશાંત કિશોર યુવા મતદારોને ધીરે ધીરે પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે, અને ચૂંટણી બાબતે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે

.આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રશાંત કિશોર અને કનુ કલસરિયા સાથે દિલ્હીમાં મહત્વની બેઠક થઇ હતી, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *