પાટીદાર સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે, PAAS અને SPG ની બેઠક
અલ્પેશ કથીરિયા એ ઉમિયા માતાજીના ઊંઝામાં દર્શન કરી એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ સાથે બેઠકો ના દોર નું શરૂઆત કરી હતી.આ બેઠકમાં પાટીદાર સમાજને આગળ વધારવાના નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પાટીદાર સમાજના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે બેઠક કરવામાં આવી હતી.
પાટીદાર સમાજના નેતાઓને એક મંચ પર લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.આગામી સમયમાં સહિત પાટીદાર ને નોકરી મળે તેવી માંગ પણ રાજ્ય સરકાર તરફથી રજૂ કરવામાં આવશે અને સાથે પાટીદાર આંદોલનના યુવાનો પર થયેલા કેસો પાછા ખેંચવા માટે સરકાર પાસે માંગ કરવામાં આવશે.
જેની સાથે જરૂર પડશે તો, પાટીદાર સમાજના લોકો આંદોલન પાર્ટ-2 પણ શરૂ કરવામાં આવી શકે છે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. અલ્પેશ કથીરિયાએ ગઈકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ની મુલાકાત કરી હતી.
સાથે સાથે ઊંઝામાં માતા ઉમિયા ના દર્શન કર્યા હતા.ત્યારબાદ તેઓ એસપીજીના પ્રમુખ લાલજી પટેલ સાથે મીટિંગ કરી હતી. અને અનેક મહત્વના નિર્ણય લીધા હતા, સાથે સાથે મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં અલ્પેશ કથીરિયા પાટીદાર સમાજના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ચર્ચા વિચારણા કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!