સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ચારેય બાજુ જળબંબાકાર

દેશના અનેક રાજ્યમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. દસ રાજ્યમાં વરસાદ એ તાંડવ મચાવ્યો છે. રાજ્યમાં અગામી બે દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારથી અને વિસ્તારમાં ધીમે ધીમે વરસાદ થઈ રહ્યો છે. શહેરમાં વહેલી સવારથી પૂર્વ અને પશ્ચિમ બે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વરસાદના કારણે લોકોમાં ભારે મુશ્કેલી જોવા મળી રહી છે.

સતત વરસાદના પગલે અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના આઠ જિલ્લામાં ઓરેન્જ અને સાત જિલ્લામાં યેલો એલર્ટ અપાયું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ઓરેંજલ જાહેર કરવામાં આવ્યું છે.

તારીખ 17 ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં આવેલમાર્ગ નો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે.

ગુજરાતમાં ધોધમાર વરસાદના બીજા રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે વલસાડમાં સારો વરસાદ નોંધાયો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આગામી 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *