મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, ગુજરાતના 100 જળાશયો પર હાઇ એલર્ટ, તંત્ર એક્શન મોડમાં
ગુજરાતના શાહી વાવાઝોડાના અને લીધે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થઇ રહ્યો છે. અને આગામી 24 થી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વરસાદને કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઇ છે.
ગુજરાતના લગભગ તો જળાશયો પર હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે, અને 8 જળાશયોને એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. આ જળાશયમાંથી 80 થી 90 ટકા પાણીનો જથ્થો ભરેલો છે.
જ્યારે 18 જળાશયોમાં 70 થી 80 ટકા અને 80 જળાશયમાં 70 ટકા કરતાં વધારે પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ પાસે આવેલા વિસાવદરમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ થયો હતો. તો જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદને કારણે દામોદર કુંડમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા.
જૂનાગઢના ભવનાથ મંદિર અને ગિરનાર ના પગથીયા પરથી પાણી વહી રહ્યા હતા જૂનાગઢમાં 2 ઈચ કેશોદમાં, 3 ઇંચ મહેસાણામાં, 2 ઇંચ માંગરોળમાં, 3 માણાવદરમાં ઇંચ વરસાદ થયો હતો.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ભરૂચ આણંદ ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદ થશે. જુનાગઢ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
તો ઉત્તર ગુજરાતના સામાન્ય વરસાદ અને કચ્છમાં શાહીન ને કારણે સૌથી વધુ વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!