દક્ષિણ ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડને લઈને હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે ફરી એક વાર હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વધુ એક રાઉન્ડને લઈને આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ હવામાન વિભાગ દ્વારા એક બાજુ એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે, ચોમાસાની વિદાય ને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ થી ચાર દિવસ દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અને શક્યતા છે.
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે મેઘરાજા ની એન્ટ્રી થશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બારડોલીમાં નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે, હાલ રાજ્યમાં છેલ્લા બે થી ત્રણ દિવસ વરસાદ રહેવાને આગાહી વ્યક્ત કરવામાં આવી છે
જેના કારણે જળાશય ઓવરફ્લો થયા છે. ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે સરદાર સરોવરની સપાટી ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
દક્ષિણ ગુજરાતના લગભગ અનેક જિલ્લામાં મેઘરાજા બોલાવી છે. મહત્વનું છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે રોડ રસ્તામાં પાણી ભરાયા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!