હવામાન વિભાગ / લો પ્રેસર સક્રિય થતા આવનારા ત્રણ દિવસ આ વિસ્તારમાં થશે મેઘરાજાની એન્ટ્રી

ગુજરાત રાજ્યમાં ફરી એક વખત ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની સાથે તંત્રને પણ હાય એલર્ટ આપવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ પણ પોતાના કામે લગાડી દેવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના પગલે તંત્રે વલસાડ સુરત નવસારી ખાતે રવાના કરી દીધી છે. સાથે સૌરાષ્ટ્ર, જુનાગઢ, પોરબંદર અને ગીર-સોમનાથ પણ એક એક ટીમ રવાના કરી દીધી છે.

લાંબા સમય બાદ ફરી એક વખત મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં પધરામણી કરી છે. રાજ્યમાં વરસાદ છેલ્લા કેટલાક દિવસથી વરસી રહ્યો છે ત્યારે 188 તાલુકામાં ગઈકાલે વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધુ વરસાદ સુત્રાપાડામાં નવ ઈંચ થયો છે. સૌરાષ્ટ્રના વેળાવદર, ગોંડલમાં, માણાવદરમાં, માળીયા, વિસાવદર, ખાંભા કેશોદ માં વલભીપુર વગેરે જગ્યાએ સારો વરસાદ ખાબકયો છે.

આ બાજુ ગીર સોમનાથમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેને લીધે પ્રાચીન તીર્થ મંદિર માં પાણી ઘુસી ગયું છે. માધવરાય મંદિર ની પ્રતિમા પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ ત્યાં સુધી પાણી ભરાઈ ગયું છે.

જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે, તો કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ હોવાનું સામે આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *