મેઘરાજાએ અમદાવાદને ધમરોલી ! સમગ્ર અમદાવાદ પાણી પાણી, લોકોની તકલીફો અવગણીને સત્તાધીશો કાર્યક્રમમાં વ્યસ્ત…

Meghraja conquered Ahmedabad: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં ગદ મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. રાત્રે ત્રણ વાગ્યાથી સવારે 06:00 વાગ્યા સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વહેલી સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ધીરેથી સતત વરસાદ પડી રહ્યો છે. ( Ahmedabad ) અમદાવાદમાં સવારથી ઠંડા પાણી સાથે પડતા શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. ગઈકાલે રવિવારની રજા હોવાથી મોટાભાગના લોકો ઘરે હોવાને પગલે વાતાવરણનો આનંદ માણી રહ્યા હતા.

અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદમાં આજે પડેલા ભારે વરસાદને કારણે સાંજે 4:00 વાગ્યા સુધીમાં 89 જગ્યાએ પાણી ભરાયા છે જેમાં સૌથી વધારે પાણીપૂર્વ વિસ્તારમાં 33 જગ્યાએ ભરાયા છે શનિવારે રાત્રે બે જગ્યાએથી રવિવારે રાત્રે 4:00 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ સાડા ત્રણેક જેટલો વરસાદ પડ્યો છે.

ઓધવ વિસ્તારમાં સૌથી વધુ છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે રાણીપ ન્યુ રાણીપ ચંદોલીયા વિરાટ નગર ઓઢવ મેમકોણીયા વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે દૂધેશ્વર નરોડા નિકોલ નવા નરોડા ઉસ્માનપુરા આશ્રમ રોડ પાલડી, વાસણા વાસદ સહિતના વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

અમરવાડીમાં વિસ્તારમાં મેટ્રોપ પીલર નંબર 65 પાસે શ્રીનગરના ગેટ ઉપર એક નજીક આવેલા એક મકાનમાં વરસાદના કારણે થયું હતું જેના કારણે મકાનમાં રહેતા ચાર યુવાનોમાંથી એક યુવકને કરંટ લાગતા દિવાલ પર ચોંટી ગયો હતો અને ઘરની તમામ દીવાલમાં કરંટ લાગ્યો હતો.

કરંટ લાગવાના કારણે યુવક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અમદાવાદ શહેરમાં હજુ પર જમ વરસાદ પડી રહ્યો છે સતત બે કલાક સુધી વિવિધ વિસ્તારોમાં અનાધાર વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ચામુંડા બ્રેજીના બંને તરફ ચામુંડ ચામુંડપુરા અને સરસપુરા જવાના રસ્તે કમરથી ઉપર પાણી ભરાઈ ગયા હતા અનેક વાહનો બંધ પડતાં વાહન ચાલકો દોરીને જતા મજબૂર થયા હતા અમદાવાદ શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે બે અન્ડરબ્રીજ બંધ કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *