મેઘરાજા કરશે તોફાની બેટિંગ, દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેના પગલે નવસારી ના વિસ્તારમાં પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થયો છે.

રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. મેઘરાજાની તોફાની બેટિંગને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે એક કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. ગામની ચારે બાજુ પાણી થઈ ગયું છે.

ગામના બસ સ્ટેશન પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે. બીજી તરફ ભાવનગરમાં શેત્રુંજી જળાશય ઓવરફ્લો થયો છે. નવ જિલ્લામાં સો ટકાથી વધારે વરસાદ થયો છે. લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા એ ધબડાસટી બોલાવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. કચ્છ, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય તેવા એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

બંગાળમાં લો પ્રેશર સર્જાવાના કારણે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, નર્મદા, ડાંગ, ભરૂચમાં સારા વરસાદના વ્યક્ત કરવામાં આવ્યા છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાંથી ભારે વરસાદ ખાબકી શકે છે.

હવામાન વિભાગ દ્વારા એક બાજુ એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે, ચોમાસાની વિદાય ને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ફરી એકવાર નવરાત્રીમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *