હવામાન વિભાગ દ્વારા આગાહી / સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની આગાહી.
છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી ઘણા વાદળો છવાતા હોય છતાં છુટાછવાયા ઝાપટા પડે છે. અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ માં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.
દેશના અન્ય રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે ગુજરાતમાં હજુ પણ મેઘરાજાની રાહ જોવાઇ રહી છે. ગુજરાતમાં હજુ સુધી વરસાદ વરસ્યો નથી. આ સાથે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે.
આ સ્થિતિની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે કે, રાજ્યના હવામાન વિભાગે આજથી બે દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે ઉત્તર અને દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે સામાન્ય વરસાદમાં મેઘરાજાએ વિરામ લીધો હતો.
દેશના અન્ય રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હજુ પણ મેઘમહેરની રાહ જોવાઇ રહી છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આની સાથે ખેતી કરતા ખેડૂતો માટે મૂંઝવણ ઊભી થઈ છે.
હવામાન વિભાગે જુનાગઢ રાજકોટ સોમનાથ અને અમરેલીમાં વરસાદ ની આગાહી કરી છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાત માં વરસાદ ની આગાહી કરી છે, સાથે ગઈકાલે મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યારબાદ ગુજરાતના 13 તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ વરસ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!